Gujarat

સાબરકાંઠા  સમગ્ર ગુજરાતનો ત્રીજા નંબરે ઈડરના પ્રિન્સ પટેલે મેદાને ખેડૂતના દીકરાએ ટ્યુશન વગર એ-વન ગ્રેડ મેળવ્યો

સાબરકાંઠા જીલ્લામાં A1 ગ્રેડમાં માત્ર એક જ વિધાર્થી આવ્યો છે. જે ઇડરની આદેશ વિદ્યાલયનો વિધાર્થી છે. ધોરણ 12માં અભ્યાસ કરતો પ્રિન્સ ભીખાભાઈ પટેલ જે દલજીતનગરનો રહેવાસી છે. દરરોજ 10થી 12 કલાક વાચન કરતા પ્રિન્સને મહેનતનું પરિણામ મળ્યું છે.

સાબરકાંઠા:  ગુજરાતમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. ત્યારે થીયરીકલ રેન્કમાં સમગ્ર ગુજરાતમાં ત્રીજા નંબરે ઈડરના પ્રિન્સ પટેલે મેદાન મારતા છેવાડાના ગામ સુધીમાં ખુશીનો માહોલ સર્જાયો છે. તેમજ પ્રિન્સ પટેલ પણ ટ્યુશનનો મોહ છોડી જાત મહેનત જિંદાબાદના સૂત્રથી સિદ્ધિ મેળવી હોવાનું જણાવ્યું હતું.વગર ટ્યુશને મેળવ્યા 99.99 ટકા પર્સન્ટાઇલ રેન્કસાબરકાંઠાના ઈડરના છેવાડાના દલજીત પુરા ગામે સામાન્ય ખેડૂત પરિવારના ઘરે ખુશીનો માહોલ જામ્યો હતો. જેમાં ખેતી અને પશુપાલન પર નિર્ભર પરિવારના દીકરા પ્રિન્સ પટેલે 12 સાયન્સમાં અનોખી સિદ્ધિ મેળવી છે, સાથો સાથે સાબરકાંઠા જિલ્લાના વન ગ્રેડમાં માત્ર પ્રિન્સ પટેલ જ સફળ થયો છે. સમગ્ર ગુજરાતમાં થિયરીકલ પર્સન્ટાઈલ રેન્કમાં પણ 99.99 ટકા મેળવી ત્રીજા નંબરે સ્થાન મેળવ્યું.

પ્રિન્સના પરિવારની વાત કરીએ તો તેના પરિવારમાં તેના પિતા ભીખાભાઈ ખેતી પશુપાલનનું કામ કરે છે, તથા માતા શાન્તાબેન ગૃહિણી સાથે પશુપાલનનું પણ કામ કરે છે ત્યારે પ્રિન્સની મોટી બહેન પણ છે. તેના આસપાસના લોકોએ પ્રિન્સને સાબરકાંઠામાં પ્રથમ આવવા બદલ શુભેચ્છાઓ પાઠવી ને મીઠાઈ પણ ખવડાવી હતી.સમગ્ર સાબરકાંઠામાં પ્રિન્સે મેળવ્યો પ્રથમ  સ્થાન

આ અંગે જણાવતા પ્રિન્સ પટેલે જણાવ્યું હતું કે 12 સાયન્સમાં સાબરકાંઠા જિલ્લામાં એ-વન ગ્રેડમાં માત્ર હું ઉત્તીર્ણ થયો છું, તેનો શ્રેય મારા માતા-પિતા,સ્કૂલ તેમજ શિક્ષક પરિવાર અને મારા મિત્રોને જાય છે. સાથોસાથ આજના જમાનામાં ટ્યુશનનો મોહ વધ્યો છે તે છોડી જાત મહેનત કરવામાં આવે તો ટ્યુશન વિના પણ મારા જેવી સિદ્ધિ મેળવી શકાય છે. એટલે ટ્યુશનના સહારે રહેવા કરતાં મહેનત વધારે કરવાથી સારા પરિણામો મળે છે.પ્રિન્સની સિધ્ધિ પાછળ માતા-પિતા અને શિક્ષક ગણનો વિશેષ ફાળો

સામાન્ય રીતે પોતાના બાળક વિશેષ સિદ્ધિ હાંસલ કરે એટલે પરિવારને ખુશી થાય તે સ્વાભાવિક છે. પરંતુ પ્રિન્સ પટેલને વિશેષ કોઈપણ પ્રકારની સુખ સગવડ આપ્યા વિના સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત કક્ષાએ ત્રીજા નંબરે ઉત્તીર્ણ થતા તેમના પિતાએ જણાવ્યું હતું કે મારા બાળકને વધારાની કોઈ સુવિધા આપી નથી, છતાં તેને પોતાની મહેનતથી ગામ પરિવાર સહિત અમને ગૌરવ અપાવ્યું છે. જેની અમને ખુશી છે, જો કે કોઈપણ ટ્યુશન વિના આવી સિદ્ધિ મોટાભાગે મળતી નથી, ત્યારે ગ્રામ્ય કક્ષાએ કોઈપણ પ્રકારના ટ્યુશન વિના સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ તેમજ ગુજરાત રાજ્ય કક્ષાએ ત્રીજા ક્રમે રહેતા તેમના પિતાએ પણ આ મામલે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.પ્રિન્સે સાબિત કરી બતાવ્યું કે ટ્યુશન વગર પણ સારા ગુણ લાવી શકાય

જોકે એક તરફ આજે ટ્યુશન કરનારાઓ છોકરાઓનો રાફડો ફાટ્યો છે તેમજ વિદ્યાર્થીને વિશેષ શિક્ષણ આપવાના મામલે લાખો રૂપિયા ટ્યુશન પાછળ ખર્ચાઈ રહ્યા છે, ત્યારે પ્રિન્સ પટેલે ટ્યુશન વિના એ મેળવેલી સિદ્ધિ આગામી સમયમાં અભ્યાસ કરનારા દરેક વિદ્યાર્થી માટે એક સફળ ઉદાહરણ સ્વરૂપ રહેશે તે નક્કી બાબત છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *