સામુહિક આરોગ્ય કેન્દ્ર તેજગઢ દ્વારા વસંત પ્રાથમિક શાળા ભાષા કેન્દ્ર તેજગઢ ખાતે વર્લ્ડ ઓરલ હેલ્થ મહિનાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ડૉ. પરિમલ બારીઆ તેમજ સહાયક સ્ટાફ દ્વારા ૬૦ જેટલા વિદ્યાર્થીઓનું ઓરલ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓને બ્રશ કરવાની પદ્ધત્તિ સિખવાડવામાં આવી હતી અને સાથે સાથે Oral hygiene kit (toothbrush અને toothpaste) નું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ નું સફળ સંચાલન ડોક્ટર પરિમલ બારીયા દ્વારા કરવામાં આવ્યું હતું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


