ગાંધીનગર
ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે સામૂહિક વન નિર્માણ યોજના અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં વર્ષ ૨૦૨૧-૨૨માં ૫૩,૧૧૧ અને વર્ષ ૨૦૨૨-૨૩માં ૬૪,૨૨૨ મળી કુલ ૧,૧૭,૩૩૩ જેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે.
મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, વૃક્ષોના વાવેતર માટે વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ. ૪૨.૮૯ લાખ અને વર્ષ ૨૦૨૨-૨૩માં ૫૮.૨૩ લાખ મળી બે વર્ષમાં કુલ રૂ. ૧૦૧.૧૨ લાખ ખર્ચ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ રોપાઓમાં મુખ્યત્વે અરડુશા, નીલગીરી, લીમડા, દેશીબાવળ, કરંજ, જામફળી, ખાટી આમલી, સીસુ, સીરસ અને પેલટોફોમૅ વગેરે જાતના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.