ઉના પી જી વી સી એલ ના રૂ.2,11,500 લાઈટ બીલનાં બાકી…
ઉના ગીરગઢડા પંથકમાં 17, લાખ 68 હજારની વિજ ચોરી ઝડપાય, 38 ટીમ દ્વારા 571 કનેક્શનની તપાસ કરાયા.
ઉના તાલુકાના દરીયાઈ સીમા નજીક વરસાદ, વાવાઝોડું ફૂંકાઈ એ વખતે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવે ત્યારે નજીકના
બનાવેલાં સાયકલોન સેન્ટરમાં રહી શકે તેવાં હેતુસર કેન્દ્ર સરકાર ગુજરાત રાજ્ય સરકારનાં સહયોગથી ઉનાના સીમર, સૈયદ
રાજપરા, દુધાળા, સેજલીયા, ખડાં, નાલીયા માંડવી, દેલવાડા, કોબ, પાલડી, ખજુદા, તડ, ઓલવાણ દરિયાઈ પટ્ટીનાં ગામોમાં
કરોડોનાં ખર્ચે અત્યંત આધુનિક સુવિધા ઉપલબ્ધ સાયકલોન સેન્ટર બનાવી નાખવામાં આવેલ છે.
પરંતુ તેની જાળવણી અને સુરક્ષા સંબંધી ગાઇડ લાઇનનાં અભાવે વહીવટી તંત્રએ ગ્રામ પંચાયતને કબ્જો સોંપેલ નહીં હોવાથી અને
સંપૂર્ણ સંચાલન મામલતદાર કચેરીમાં થતું હોય આ સાયકલોન સેન્ટરમાં વિજ જોડાણ અપાયેલાં હોવાથી પી. જી. વી. સી. એલ.ના
બીલનાં નાણાં રૂ. 2,11,500 બાકી નિકળતા અને બિલ નહીં ભરાતાં વિજ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ નવા બનાવેલ સાયકલોન સેન્ટરનાં વિજ બીલ ગ્રામપંચાયતને ભરવાની જવાબદારી નાખતાં પંચાયત સેવા આપતાં
પદાધિકારીઓ અને જવાબદાર તલાટી મંત્રીએ હાથ ઉંચા કરીને આ બીલની રકમ ક્યાં હેડમાં ઉધારવી તેની સ્પષ્ટતા કરવા માંગણી
કરાયેલ છે. અને સાયકલોન સેન્ટર બન્યાં ત્યારથી આજ દીવસ સુધી રેકર્ડ પર પંચાયતને લેખીતમાં સોંપાયેલ નહીં હોવાથી વહીવટ
કરતી મામલતદાર કચેરી દ્વારા બાકી નાણાં પી જી વી સી એલ કચેરીને ભરપાઈ કરવા માંગણી કરાયેલ હતી.
લેખીત કબ્જો પંચાયત સેવાને સોંપ્યા બાદ આ સાયકલોન સેન્ટરનાં વિજ બીલ અને મેનટેનસ ખર્ચ માટે સમિતિની રચનાઓ ગ્રામ
પંચાયત દ્વારા કરી તેનું અલગ બેંક એકાઉન્ટ ખોલવાની કાર્યવાહીનાં ઠરાવો પંચાયત હોદેદારો દ્વારા કરી જેતે વિભાગનાં જવાબદાર
અધિકારીઓને મોકલવામાં આવેલ છે..
ઊના ગીરગઢડા પંથકમાં પી જી વી સી એલ કચેરી દ્વારા વિજ જોડાણનાં બાકી રહેતાં નાણાંની ઉધરાણી વસુલાતની કામગીરી
હાથ ધરી 571 વિજ ગ્રાહકનાં કનેક્શનની તપાસ કરી હતી. જેમાં 101 ગ્રાહકના કનેક્શનમાં રૂ. 17.લાખ 68,000 ની વિજ ચોરી
પકડી પાડીને તેની સામે કાર્યવાહી હાથ ધરાયેલ હતી. આ કામગીરીમાં પી.જી.વી.સી.એલ.ની 38 ટીમના 120 કર્મચારીઓ જોડાયા
હતા અને ડ્રાઇવ કરી વીજ ચોરી પકડી પાડેલ છે. પી જી વી સી એલ દ્વારા સાયકલોન સેન્ટરના બીલ બાકી હતાં તેવાં સેન્ટરનાં
વિજ જોડાણ કાપી નાખ્યાં હતાં.
સાયકલોન સેન્ટર ફેબ્રુઆરી 2023 સુધી મામલતદારના હાથમાં હતું.
ઉના તાલુકાના દરીયાઈ સીમા નજીક બનાવેલ સાયકલોન સેન્ટરનાં કબ્જા ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી મામલતદાર પાસે રહેલાં હતાં. અને
ફેબ્રુઆરી પછી કબ્જા પંચાયત કચેરીનાં તલાટી મંત્રીને સોંપતા પંચાયત દ્વારા બીલ નહી ભરવા જણાવી જેતે સમયનાં બીલ
મામલતદાર કચેરી ભરે તેવી પંચાયતે માંગ કરી ઠરાવો તા.૧૪ ફેબુઆરી 2023 ના આપતાં ભારે ચકચાર ફેલાઇ છે…
બોક્ષ્ – સાઇકલોન સેન્ટર પ્રસંગમાં આપેલ ભાડા માંથી ચુકવણુ કરવાનુ હોય છે…..મામલતદાર…
ઉના મામલતદાર આર આર ખાંભરાનો ટેલીફોનીક સંપર્ક કરતા જણાવેલ કે સાઇકલોન સેન્ટર માટે મામલતદાર નથી કે ગ્રામ પંચાયત
પણ નથી આના માટે અલગજ ખાતુ બનાવેલુ છે. આ માટે વ્યક્તિગત જવાબદારી નથી પરંતુ સાઇકલોન સેન્ટર માંથી આવક આધારે
ચુકવણુ કરવાનુ છે. કોઇ પ્રસંગ કે ચુંટણી દરમ્યાન પોલીસ સ્ટાફ માટે ફાળવેલ હોય તેનું ભાડે આપતા હોય છે તે આવક માથી રકમની
ચુકવણી કરવાની હોય છે.
