હનુમાનજીદાદા ને ખારેક,કાળી,દ્રાક્ષ,લવિંગ,કાજુ,બદામ,ખજુર વિગેરેનો અન્નકૂટ ધરાવવામા આવ્યો…
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શનિવાર નિમિત્તે તા.6-5-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7 કલાકે આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ. દાદાના સિંહાસનને ગલગોટા,ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ દાદાને ખારેક,કાળી દ્રાક્ષ,લવિંગ,કાજુ,બદામ,ખજુર વિગેરેનો અન્નકૂટ ધરાવવામાં આવેલ તથા મંદિરના પટાંગણમાં મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવેલ તેમજ જેના દર્શન-અન્નકૂટ- આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


