Gujarat

સાળંગપુર હનુમાનજીને રંગબેરંગી ફુગ્ગાના શણગાર સાથે મીઠાઈનો અન્નકૂટ ધરાયો

બોટાદ
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા માં આવેલ વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી દાદાનું ધામ જ્યાં ખૂબ મોટી સંખ્યા માં હનુમાનજી દાદાના હરિભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગર સ્વામી ના માર્ગદર્શન હેઠળ આજે અમાસ તેમજ શનિવાર ના રોજ રંગ બેરંગી કલર ફૂલ ફુગ્ગા નો દિવ્ય શણગાર કરવામાં આવેલ છે. તેમજ અદભૂત શણગાર સાથે કાજુકતરી, બરફી,પેંડા,લાડુ જેવી વિવિધ મીઠાઈ નો અન્નકૂટ ધરાવી મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં આવી હતી હનુમાનજી દાદા ને કરાયેલ અદભૂત શણગાર સાથે ના દર્શન કરી હરિ ભક્તો એ આ દિવ્ય દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *