સાવન કૃપાલ રૂહાની મિશન દ્વારા ગુજરાત અમદાવાદ, વડોદરા, સુરત, ગોધરા, સુરત, સિલવાસા, લહેરીપુરા શહેર તથા પંચમહાલ જિલ્લામાં લોકોની સેવા માટે ઠંડા તથા મીઠા પાણીની છબીલ વિતરણ કરવામાં આવ્યું.
પરમ પૂજ્ય સંત રાજીન્દર સિંહજી મહારાજ ની અપાર દયા મહેરથી સાવન કૃપાલ રૂહાની મિશનના વડોદરા, સુરત, સિલવાસા, અમદાવાદ તથા ગોધરા શાખા દ્વારા ઉનાળાના આ ધોમધખતા તાપમાં 30 મે 2023, ના રોજ, લોકોની સેવામાં ઠંડા તેમજ મીઠા પાણીની છબીલ વિતરણ કરવામાં આવી.. તે ઉપરાંત મિશન તરફથી ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પણ 30 મે ના રોજ ઠંડા અને મીઠા પાણીના સ્ટોલ લગાવવામાં આવ્યા. જેથી લોકો પાણી પી ને પોતાની તરફ છીપાવી શકે.
આપણે બધા જાણીએ છીએ કે આપણા જીવનમાં પાણીનું ખૂબ જ મહત્વ છે. અને ઉનાળાની ઋતુમાં તેની જરૂરિયાત ખૂબ જ વધી જાય છે. કારણ કે તડકો અને ગરમી આપણા શરીરમાંથી એનર્જી છીનવી લે છે. જેના કારણે આપણે નબળાઈ અને થાક અનુભવીએ છીએ. આવી સ્થિતિમાં ફક્ત પાણી જ આપણા શરીરને જરૂરી ઊર્જા પ્રદાન કરે છે. તેથી જ કહેવામાં આવ્યું છે કે” જળ એ જ જીવન છે”. પાણીની આ જ ઉપયોગ ને ધ્યાનમાં રાખીને સાવન કૃપાલ રૂહાની મિશન દ્વારા ગુજરાતના પાંચ મોટા શહેરો, વડોદરામાં ગિરધર ગોપાલ કુટિયા, સુરતમાં ટાઉનહોલ પાસે, અમદાવાદમાં મણીનગર માં અને ગોધરામાં બસ સ્ટેશન, ચિતરા સિનેમા, ચબુતરા સોનીવાડ, ભુરાવાવ ચાર રસ્તા, ગીધવાની રોડ, ગાંધી પેટ્રોલ પંપ, કાકણપુર ચોકડી હાટની પાસે, ગલતેશ્વર મંદિર પાસે, છકડીયા ચોકડી અને મોરવા ચોકડી પાસે ઠંડા તેમજ મીઠા પાણીની છબીલ વિતરણ કરવામાં આવ્યું. ઉનાળાની આ કાળજાળ ગરમીમાં રાહત આપવા માટે ગુજરાત ની જગ્યા ઉપર લગાવવામાં આવેલા આ સ્ટોલની સૌએ પ્રશંસા કરી.
સંત રાજીન્દર સિંહજી મહારાજ ના સાનિધ્યમાં કાર્યરત સાવન કૃપાલ રૂહાની મિશન માં માનવસેવા ના કલ્યાણ હેતુ અને કાર્ય કરવામાં આવે છે. જેમકે મિશન દ્વારા સમયાંતરે મફત મોતિયાના ઓપરેશન કેમ્પ અને મફત આરોગ્ય તપાસ શિબિર નું પણ આયોજન કરવામાં આવે છે. તથા શારીરિક રીતે અશક્ત ભાઈઓ અને બહેનોને સહાયક ઉપકરણોનું પણ વિતરણ કરવામાં આવે છે. આની સાથે સાથે ગરીબ તેમ જ નિરાધાર બાળકોને આત્મનિર્ભર બનાવવા માટે સંત રાજીન્દર સિંહજી વ્યવસાયિક તાલીમ કેન્દ્ર માં અનેક પ્રકારના અભ્યાસક્રમો મફતમાં કરાવવામાં આવે છે. અને વરિષ્ઠ નાગરિકો માટે સમય અંતરે અનેક પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે. પુરા ભારતમાં ફેલાયેલા મિશનની ઘણી બધી શાખાઓમાં એલોપેથીક, હોમિયોપેથીક અને આયુર્વેદ દવાખાના પણ ખોલવામાં આવ્યા છે. જેમાં તમામ દર્દીઓને નિશુલ્ક સારવાર કરવામાં આવે છે.
આ ઉપરાંત પ્રાકૃતિક આપત્તિઓ જેવી કે તમિલનાડુમાં આવેલું સુનામી, ઉત્તરાખંડમાં આવેલ પ્રાકૃતિક આપત્તિ, જમ્મુ કાશ્મીર અને બિહારમાં આવેલા ભયંકર પૂર, અને નેપાળમાં આવેલા ભયંકર ભૂકંપ જેવી કુદરતી આપત્તિમાં મિશનના સેવાદાર દ્વારા પીડિત લોકોને દૈનિક જીવંતી સંબંધિત આવશ્યક વસ્તુની સાથે સાથે ગરમ કપડા જેવા કે ધાબળા, સ્વેટર અને ફોર્મ ના ગાદલા ઉપરાંત દવા વગેરેનું વિતરણ પણ કરવામાં આવ્યું. તેની સાથે સાથે મિશન દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડમાં મોટી સંખ્યામાં આર્થિક મદદ પણ કરવામાં આવે છે.
સંત રાજીન્દર સિંહજી મહારાજ વિશ્વભરમાં ઘણી વખત પ્રવાસ કરીને લાખો લોકોને ધ્યાનની પદ્ધતિ શીખવી રહ્યા છે. જેથી કરીને આપણે આપણા માનવ જીવનના ધ્યેય કે જે પોતાની જાતને ઓળખવી તથા પિતા પરમેશ્વર માં લીન થવું તેને આ જ જીવનમાં પૂરો કરી શકીએ છીએ. સાવન કૃપાલ રૂહાની મિશનના અધ્યક્ષ સંત રાજીન્દર સિંહજી મહારાજ ધ્યાન અભ્યાસ દ્વારા સંપૂર્ણ વિશ્વમાં પ્રેમ, એકતા અને માનવ શાંતિનો સંદેશો પ્રસારિત કરી રહ્યા છે. જેના પરિણામે તેમને ઘણા શાંતિ પુરસ્કારો તેમજ સન્માન થી નવાજવામાં આવ્યા છે. તેમજ વિવિધ દેશો દ્વારા પાંચ ડોક્ટરેટની પદવી પણ એનાયત કરવામાં આવી છે. સાવન કૃપાલ રૂહાની મિશનના સમગ્ર વિશ્વમાં 3200 થી વધુ કેન્દ્ર સ્થાપિત છે. અને મિશનનું સાહિત્ય વિશ્વની 55 થી વધુ ભાષાઓમાં પ્રકાશિત થયું છે. તેનું મુખ્યાલય વિજયનગર દિલ્હીમાં સ્થિત છે. અને આંતરરાષ્ટ્રીય મુખ્યાલય નેપર વિલે યુએસએ માં આવેલું છે.
સાવન કૃપાલ રૂહાની મિશનની વધુ વિગતો માટે સંપર્ક કરો 9825467110, skrmzn12@gmail.com


