Gujarat

સાવરકુંડલાના પ્રતાપભાઈ  ખુમાણની પ્રાંત પ્રચારક તરીકે પસંદગી નેપાળમાં બુદ્ધીસ્ટ મોનેસ્ટ્રી Luding khen Rinponche  દહેરાદુનના અધ્યક્ષ સ્થાને ‌ નિર્ણય. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેર તથા જિલ્લા માટે ઉપરાંત કાઠી સમાજ માટે આ ગૌરવપૂર્ણ ઘટના છે.
——————————————————————–તાજેતરમાં હોલિકા દહનના દિવસે પૂર્ણિમા હોય છે. તેનું બૌદ્ધ ધર્મમાં અદકેરું મહત્વ હોય  છે . આ દિવસે બુધ્ધના જન્મ સ્થળે હજારોની સંખ્યામાં  દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે.  માયાદેવી ટેમ્પલ લુંબિની નેપાળ ખાતે તે દિવસે વિશ્વના દરેક દેશોના પ્રતિનિધિઓ એકઠા થયા હતા. બુદ્ધના માતા માયાદેવી ગર્ભાવસ્થા દરમિયાન પોતાના પિયર જેવા નીકળેલા અને આ સ્થળે રસ્તામાં પ્રસવ પીડા શરૂ થતાં અહીં જ બુદ્ધને જન્મ આપ્યો. હાલ ઘણા વર્ષોથી ભગવાન બુદ્ધનો જન્મ જે સ્થળે પીપળાના ઝાડ નીચે એક પથ્થર ઉપર થયો હતો, આ પુરાણું સ્થાન જમીનના પેટાળમાં ગરકાવ થઈ ગયેલ છે જેને આર્કિયોલોજી વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ખૂબ જ કાળજીપૂર્વક ખોદકામ કરી ત્યારની સંસ્કૃતિને જીવંત કરવાનો પ્રયાસ ચાલુ છે. હવે આ સંશોધનમાં જાપાન અગ્રેસર હતું પરંતુ અહીંના મૂળ બૌદ્ધ  સાધુઓને  જાપાનીઓના ઇરાદાઓ શંકા ગઈ કે આ જાપાનીઝ  છૂપી રીતે ખોદકામ દરમિયાન મળે પૌરાણિક વસ્તુઓ પોતાના દેશ ભેગી કરી ત્યાં મ્યુજીયા બનવી લોકો પાસે મોટી રકમ વસૂલ કરે છે. એટલે તેમને આ મિટિંગમાં બરખાસ્ત કરવામાં આવ્યા. જર્મની, ચીન, શ્રીલંકા, થાઈલેન્ડ, મ્યાનમાર, ભારત સહિતના દેશોની ટીમને કામગીરી સોંપવામાં આવી .તમામ બુદ્ધિસ્ટ મઠાપતિઓની હાજરીમાં વિશ્વ ગુજરાતી સમાજના પ્રતિનિધિ તરીકે પ્રતાપભાઈ ખુમાણને પ્રાંત પ્રચારકની જવાબદારી સોંપવામાં આવી. જેમાં કોઈપણ જ્ઞાતિ, ધર્મ કે પ્રદેશના પ્રત્યેક નાગરિકમાં બોધ વિચારવાનો પ્રચાર, પ્રસાર અને જીવનશૈલી બદલવા ઉપર ભાર મૂકવામાં આવે છે . ત્યારે આપણા અમરેલી જિલ્લાના પ્રતાપભાઈ ખુમાણને બુદ્ધ વિશેની ખૂબ જ જીણામાં જીણી માહિતીને લીધે પસંદ કરવામાં આવે જે ગૌરવશાળી ઘટના કહેવાય .આ સાથે તેમને પોતાના વતન કુંડલા અને પોતાના સમાજ કાઠી  દરબારનું  પણ  ગૌરવ વધાર્યું છે. પ્રતાપભાઈ ખુમાણની કાર્યપદ્ધતિ અને દરેક ધર્મની પ્રત્યેની સમભાવ  દ્રષ્ટિને કારણે, દેહરાદુન સ્થિત Monestry Luding Khen Rinpoche from Manduwala , sec. of guruji tenpa Lama નો પ્રેમ ભાવ ખુમાણ ઉપર ખૂબ જ રહ્યો છે એટલે કે આ જવાબદારી પ્રતાપભાઈને ખૂબ જ આગ્રહપૂર્વક તેમણે જ સોંપી. પ્રતાપભાઈ ખુમાણે મેડીટેશનમાં ખૂબ જ સિદ્ધિ પ્રાપ્ત કરી હોવાથી ગુરુજી તેમને કાયમ માટે નેપાળ મઠની જવાબદારી સોંપવામાં ઈચ્છે છે.

IMG-20230310-WA0010-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *