Gujarat

સાવરકુંડલાને આંગણે આજે રૂડો પ્રસંગ ઉજવાયો. જલારામ મંદિરના મહંત પરમ  પૂજ્ય શ્રી રમુદાદાની રક્તતુલા નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાયો.  સાવરકુંડલા લોહાણા મહાજન અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં પ. પૂ. રમુદાદાની રક્તતુલા વિધિનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. . 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં આજરોજ અહીં લોહાણા મહાજન વાડી ખાતે  જલારામ મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી  રમુદાદાની  રક્તતુલા નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાયો.
સાવરકુંડલા શહેરનાં જલારામ સત્સંગ મંડળ તથા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા લોહાણા મહાજન અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પમાં  ગૌ. વા. ગીતાબેન મુકેશભાઈ રાયચુરા તથા ગૌ. વા.ચંદ્રીકાબેન કાકુભાઈ બનજારાના સહયોગથી દરેક રકતદાતાને ચાર આકર્ષક ગીફ્ટ આપવામાં આવી હતી.આ રક્તદાન કેમ્પમાં કુલ ૧૭૧ બોટલ રક્ત એકત્ર કરાયું હતું. આ પ્રસંગે તમામ રકતદાઓ હોંશે હોંશે રક્તદાન કરતાં જોવા મળ્યા હતા. રક્તદાન કેમ્પને અંતે રકતદાતાઓના નામનો ડ્રો કરવામાં આવેલ જેમાં સોનાની લગડી (એક ગ્રામની સોનાનો સિક્કો) લક્કી ડ્રો કરતાં ભાગ્યશાળી રક્તદાતા હીમાંશુભાઈ બળવંતભાઈ ભટ્ટ જાહેર થતાં પોતે એક ગ્રામ સોનાના સિક્કાના હકદાર બન્યા હતા. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે સાવરકુંડલા લોહાણા મહાજનના અગ્રણીઓ જગદીશભાઈ માધવાણી, વિજયકુમાર વસાણી, રાજુભાઇ શીંગાળા, કિતિઁભાઇ રૂપારેલ, હાર્દિકભાઈ ખીમાણી, મયુરભાઈ પોપટ, ઉમેશભાઈ ઉનડકટ, પ્રણવભાઈ વસાણી, રાજુભાઇ નાગ્રેચા, અરવિંદભાઈ મજીઠીયા, ડો. વડેરા સાહેબ, હિતેષ સૂચક, સંદીપભાઈ મરજાદી, યશ રૂપારેલ તથા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સેક્રેટરી મેહૂલભાઈ વ્યાસે ભારે જહેમત ઉઠાવી હતી. અંતે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરનારનો જલારામ સત્સંગ મંડળના પ્રમુખ શ્રી પરેશભાઈ કોટક દ્વારા હાર્દિક આભાર માનવામાં આવ્યો હતો.

IMG-20230226-WA0067.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *