Gujarat

સાવરકુંડલાનો ખુબ ખુબ આભાર… સદભાવના ગૃપ દ્વારા માત્ર ૪ કલાકમાં ૭૦,૨૪૯ રૂપિયાનું ગૌદાન.. સાવરકુંડલા શહેરના દાનવીરોની જરા પણ કમી નથી.. લોકો ખૂબ ધર્મપ્રેમી છે.. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સદ્દભાવના ગૃપ  સાવરકુંડલા દ્વારા ધુળેટીના પવિત્ર દિવસે દરરોજની જેમ આ વર્ષે આજરોજ સાવરકુંડલા શહેરમાં રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવ મંદિર ચોક તેમજ મેઈન બજાર ચોક તેમજ મેઈન બજારના વેપારીઓ દ્વારા  માત્ર ૪ કલાકમાં ૭૦,૨૪૯ ( સીતેર હજાર બસો ઓગણપચાસ પુરા ) રૂપિયાનું ગૌદાન  મળ્યું છે તે ગૌદાન પ.પૂ. ઉષામૈયા (શિવ દરબાર આશ્રમ – કાનાતળાવ )માં 3૭૫ ગીર ગાયું હોય તેના ઘી માંથી અમરેલી જીલ્લાની હોસ્પિટલમાં પ્રસૂતા બહેનોને સુખડી(કાંટલું) આપવામાં આવે છે. તે માટે સદ્દભાવના ગૃપ દ્વારા લેવામાં આવેલ ગૌદાન પ.પૂ ઉષામૈયાને અર્પણ કરવામાં આવશે. તેમજ તે બદલ સર્વે સાવરકુંડલાની ધર્મ પ્રિય જનતાનો સદ્દભાવના ગૃપ અંતઃકરણ પૂર્વક ખુબ ખુબ આભાર માને છે.

IMG-20230308-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *