સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલામાં છેલ્લા ૨૦૧૪થી કાર્યરત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર જે નિઃશુલ્ક હોસ્પિટલ છે આ હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં બાળરોગના નિષ્ણાંત ડો.મનીષ એમ.સિસારાની નિમણુંક કરવામાં આવી છે જેમાં ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોને તપાસીને રોગ પ્રમાણે સારવાર પુરી પાડવામાં આવશે આ હોસ્પિટલ નિઃશુલ્ક હોસ્પિટલ છે જેમાં દર્દી પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી હોસ્પિટલમાં દવા,તપાસ ,લેબોરેટરી રિપોર્ટ,એક્સરે,સહિતની સુવિધાઓ ફ્રી આપવામાં આવે છે અને બહાર ગામના દર્દીઓને ભોજનની પણ વ્યવસ્થા નિઃશુલ્ક છે અને આ હોસ્પિટલમાં સ્ત્રીરોગ અને પ્રસૂતિ વિભાગ ,ડાયાલિસિસ વિભાગ, પીડીયાટ્રીક વિભાગ,રેડિયોલોજી અને સર્જીકલ વિભાગ, મેડિસીન વિભાગ,ઓર્થોપેડિક વિભાગ, ઓપ્થેલમિક વિભાગ ,કેન્સર વિભાગ,ફિજીયોથેરાપી વિભાગ ,ડેન્ટલ વિભાગ,પેથોલોજી વિભાગ, ફાર્મસી સહિત વિભાગ કાર્યરત છે તેમ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ પ્રકાશભાઈ કટારીયાએ જણાવ્યું હતું તેમજ બાળરોગના નિષ્ણાત ડો.મનીષ સિસારા દ્વારા હોસ્પિટલની સુવિધાઓ વિશે જણાવ્યું હતું. આ સંસ્થાના અશોકભાઈ કારીયા સંસ્થાની તમામ સેવાકીય પ્રવૃત્તિઓ સતત ગતિશીલ રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. તદુપરાંત હોસ્પિટલનાં સેવાના આ અભિયાનનને સતત વેગ મળે તે માટે આ સંસ્થાના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા, દિવ્યકાંતભાઇ સૂચક ભરતભાઈ જોષી સમેત ટ્રસ્ટી ગણ ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે


