સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શિયાળામાં કેસર કેરી વહેંચાવવા આવતા લોકો પણ કેરીને જોવા ઉમટી પડ્યા. હાલ શિયાળાની ફૂલ ઠંડી પડી રહી છે ત્યારે ભર શિયાળા માં કેસર કેરી સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં વહેંચાવવા આવતા અચરજ ફેલાયું હતું તો આ કેરી ૧૭ કિલો જેટલી અહીં એપી એમ સી ના ફ્રૂટ ના વેપારી ઈમ્તિયાઝ ભાઈ દલ પાસે આવી હતી જે કેસર કેરી ૧૭ કિલો હતી . આ કેસર કેરી ના બોક્સ સવારે અહીં હરાજી માં ૭૦૦ રૂપિયાની કિલો વહેચાઈ હતી ત્યારે આ ફ્રૂટ વેપારી ઈમ્તિયાઝ દલ ને ૧૧૯૦૦. માં બધી કેરીનો સારો અને ઊંચો ભાવ મળ્યો હતો ત્યારે ઉનાળાના મે મહિના થઈ લઈ જુલાઈ સુધી કેસર કેરીની સિઝન હોય છે ત્યારે આ કેસર કેરી શિયાળામાં અહીં વહેંચાવવા આવતા એપી એમ સી માં આવેલ ખેડૂતો અને લોકો પણ કેરીને જોવા ઉમટી પડ્યા હતા .
હાલ ૧૭ કિલો કેસર કેરી અહીં સાવરકુંડલા એપી એમ સી માં અહીંના ફ્રુટના વેપારી ઈમ્તિયાઝ દલ દ્વારા આ કેરીને ખુલ્લી બજારમાં વહેંચવા મુકાઈ હતી ત્યારે આ વેપારી ઈમ્તિયાઝ દલે જણાવ્યુ કે સામાન્ય રીતે શિયાળા માં.ક્યારેય કેરી પાકતી નથી પંરતુ રેર કિસ્સામાં વાતાવરણમાં ચેન્જ ના કારણે કે ગ્લોબલ વોમિંગના કારણે આ કેરીનું આવરણ થયું હોય અને આ કેસર કેરી પાકી હતી જે હો અન્ય વેપારી મારફત મારી પાસે બજારમાં.વહેંચાવવા આવી હતી. જે રિટેલરમાં ૧૭ કિલો ૭૦૦ માં ભાવનો ૧૧૯૦૦ રૂપિયા માં. વહેંચી હતી .
જોકે હાલ સૌરાષ્ટ્રમાં અન્ય પોરબંદર એ.પી.એમ.સી. માં પણ ખંભાલા ગામના ખેડૂત સંજયભાઈ ચુડાસમા કેસર કેરી વહેંચવા આવ્યા હતા જે કેસર કેરી ના બે બોક્સ અંદાજીત ૫૫૦ રૂપિયામાં વહેંચાયા હતા ત્યારે શિયાળામાં કેસર કેરી આવતા હાલ અચરજ પણ ફેલાયું હતું પરંતુ ઋતુ ચક્રના ફેરફારના કારણે આ કેસર કેરી પાકી હોય તેવું અહીંના ફ્રૂટના વેપારીઓ જોકે જણાવી રહ્યા છે . ત્યારે હાલ સાવરકુંડલા એ.પી. એમ. સી. માં ૧૭ કિલો કેસર કેરી ૭૦૦ પર કિલો વેચાઈ જતા અહીંના વેપારીને જાણે લોટરી લાગી હોય તેમ ૧૧.૯૦૦ રૂપિયા આ કેસર કેરીના વળતર રૂપે મળતા વેપારી પણ રાજી થઈ જવા પામ્યા હતાં.