Gujarat

સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મેરીયાણા મુકામે ખડસલી લોકશાળાના ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને એન. એસ. એસ.ની વાર્ષિક શિબિર કાર્યક્રમ અંતર્ગત ગ્રાહક સુરક્ષા સેમિનાર યોજાયો.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામે ખડસલી લોકશાળાના ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની વાર્ષિક એન. એસ. એસ શિબિર અંતર્ગત ગતરોજ સાંજે સાડા પાંચના સુમારે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક જાગૃતિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના રમેશભાઈ હીરાણી, રવિભાઈ મહેતા, બિપીનભાઈ પાંધી અને ભાવેશભાઈ દ્વારા આ સંસ્થાના વિદ્યાર્થીઓને ગ્રાહક જાગૃતિ અંગે વિશદ સમજ આપવામાં આવી હતી. આ તકે શાળાના શિક્ષકો તથા મેરીયાણા ગ્રામ પંચાયત સરપંચની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ સંસ્થાની વિદ્યાર્થીનીઓ જેઠવા શિવાનીબેન અને મકવાણા ફાલ્ગુનીબેન દ્વારા મહેમાનનું સ્વાગત ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ કંકુ ચોખાનું તિલક તેમજ સૂતરની આંટી દ્વારા કરવામાં આવેલ..
સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ પૂર્ણ શિસ્ત અને શાંતિ જાળવી અને તમામ વકતાઓને રસપૂર્વક સાંભળ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના શિક્ષક શ્રી  મનજીભાઈ ડાભી અને પ્રતિકભાઈ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમને અંતે પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે મહેમાનોને ફળાહાર કરાવવામાં આવેલ..

IMG-20230303-WA0085.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *