સાવરકુંડલા જનસેવા કેન્દ્ર માં આધારકાર્ડ વિભાગ ના કોમ્પ્યુટર ઓપરેટર એ માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું
સાવરકુંડલા ના ઘાંડલા ખાતે રહેતા ઉકાભાઈ બચુભાઇ કાતરિયા જેને 27 વર્ષ પહેલાં પેરેલીસીસ ના બે હુમલા આવી ગયેલ હોઈ અને જેવો આજે સાવરકુંડલા માં મામલતદાર કચેરી જન સેવા કેન્દ્ર ખાતે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવવા માટે
આવેલ અને આધારકાર્ડ વિભાગ ના કોમ્યુટર પ્રકાશભાઈ બગડા, અને નિકુંજ ભાઈ તેરૈયા દ્વારા ઉકા ભાઈ ને પોતાના પરિવાર ની જેમ એક સદસ્ય સમજી ને તાત્કાલિક આધારકાર્ડ વિભાગ માં વારો લઈ ને એક માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું
અને સરકાર શ્રી દ્વારા આવા દિવ્યાંગ વ્યક્તિ માટે જો કોઈ એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે કે તેઓ ને પોતાના જ ગામ માં આધારકાર્ડ ને લગતી સુવિધા મળી રહે જેથી કરી ને આવા દિવ્યાંગ વ્યક્તિ ને સાવરકુંડલા આવવા માટે મજબૂર ન બનવું પડે આ દિવ્યાંગ વૃદ્ધ માંડ માંડ બે વ્યક્તિઓ ના સહારે ડગલાં માંડતા જોવા મળ્યા હતા
રિપોર્ટર:યોગેશ ઉનડક્ટ સાવરકુંડલા અમરેલી