Gujarat

સાવરકુંડલા તાલુકાના ભંમર ગામના સર્વો પિતૃઓના મોક્ષર્થે ચાલી રહેલ શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ.-  મોટી સંખ્યામાંમાં આસપાસના ગામોમાંથી શ્રોતાજનો કથા શ્રવણ કરવા ઉમટી રહેલ માનવ મહેરામણ.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના ભંમર ગામના સર્વો પિતૃઓના મોક્ષર્થે ચાલી રહેલ શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું બાલુદાદા ભટ્ટ ધારગણી વાળા વ્યાસપીઠ બિરાજી સંગીતમય શૈલીમાં કથા રસપાન કરાવી રહ્યા છે આ જ્ઞાનયજ્ઞ દરમિયાન કપિલ પ્રાગટય, નૃસિંહ પ્રાગટય, વામન જન્મ, શ્રી રામ જન્મોત્સવ, નંદ મહોત્સવ, ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહ, પરિક્ષિત મોક્ષ, દરરોજ રાત્રીના સંતવાણી વગેરે ધાર્મિક પ્રસંગોની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે શ્રોતાજનો તથા સમસ્ત ગામને ભોજન પ્રસાદ આ ભાગવત કથા શ્રવણ કરવા ભંમર તથા આસપાસના ગામોમાંથી માનવ મહેરામણ ઉમટી રહેલ છે કથા મંડપ અને રસોડા વિભાગ તથા ભંમર ગામ ના યુવાનો અને ગામ સમસ્ત ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તેમ ઓઢભાઈ ભુકણ, ભીખુરામબાપુ હરિયાણીની યાદી જણાવેલ.

IMG-20230324-WA0100.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *