Gujarat

સાવરકુંડલા તાલુકાના મેરિયાણા ગામે લોકશાળા ખડસલીનાં ધોરણ અગિયાર આર્ટ્સના વિદ્યાર્થીઓનો એન. એસ. એસ. અંતર્ગત સાત દિવસની નિવાસી શિબિર યોજાઈ છે. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે આવેલી ખડસલી લોકશાળાના ધોરણ અગિયાર આર્ટ્સના વિદ્યાર્થીઓની મેરિયાણા ગામે એન. એસ. એસ. અંતર્ગત તારીખ ૨૭ મી ફેબ્રુઆરીથી પાંચમી માર્ચ સાત દિવસની નિવાસી શિબિર યોજાઇ છે. જેમાં ગ્રામ સફાઈ, લોકજાગૃતિ, ગ્રાહક સુરક્ષા, પર્યાવરણ બચાવો વ્યસન મુક્તિ, સજીવ ખેતી જેવા વિવિધ પ્રકારના સામાજિક કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ શિબિરમાં ગોવાભાઈ ગાગીયા, મનજીભાઈ ડાભી વિદ્યાર્થીઓની સાથે રહી સતત માર્ગદર્શન આપી રહ્યા છે. આમ ગણીએ તો આ જીવનનાં બુનિયાદી તાલીમનો જ એક હિસ્સો ગણી શકાય.. શાળાનાં આચાર્યશ્રી નાનજીભાઈ સમેત ખડસલી લોકશાળામાં વિદ્યાર્થીઓને બુનિયાદી શિક્ષણ સાથે આજના અર્વાચીન શિક્ષણનો સુભગ સમન્વય સાંપડી રહ્યો છે.. આમ ગણીએ તો જીવન જીવવાની ખરી તાલીમ તો આવી લોકશાળામાં જ મળે…

IMG-20230301-WA0074.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *