Gujarat

સાવરકુંડલા તાલુકા ના 22 ગામ તેમજ શહેર 4 સુધારેલ સ્મશાન ભઠ્ઠી રૂપિયા 14 લાખની મંજૂર કરાવતા ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ગુજરાત રાજ્યના વિવિધ ગ્રામ્ય તેમજ શહેરી કક્ષાએ સ્મશાન ગૃહો સુધારવાની યોજના અંતર્ગત સુધારેલ સ્મશાન ભઠ્ઠીઓ અંતર્ગત સાવરકુંડલા તાલુકા ના 22 ગામ તેમજ સાવરકુંડલા નગરપાલિકા માં ચાર સ્મશાન ભઠ્ઠીઓ કુલ 26 મંજૂર કરાવતા સાવરકુંડલા લીલિયા  વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા જેનાથી 40 થી 50% સુધી લાકડાનો બચાવ થઈ શકશે . આમ સુધારેલ ભઠ્ઠીઓના દ્વારા જે ખૂબ મોટા પ્રમાણમાં લાકડાઓનો ઉપયોગ થતો જેની બચત થઈ શકશે અને પર્યાવરણની ની સુરક્ષા  જળવાશે ગુજરાત ઉર્જા વિકાસ નિગમને ગામ દીઠ રૂપિયા 1000 તેની કુલ રકમ ₹26,000 ધારાસભ્ય દ્વારા એજન્સીમાં ભરપાઈ કરી ગ્રામ્ય કક્ષા તેમાં શહેરી કક્ષામાં ખૂબ મહત્વપૂર્ણ વિકાસલક્ષી કાર્ય હાથ ધરવામાં આવેલ છે. આવનાર ટૂંક સમયમાં જ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા મંજૂર થયેલ સ્મશાન ભઠ્ઠીઓ ગ્રામ્ય તેમાં શહેરી કક્ષા તમામ સ્મશાનમાં પહોંચતી કરવામાં આવશે

IMG-20230211-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *