Gujarat

સાવરકુંડલા નગરપાલિકાના કાયમી કર્મચારી બીસુભાઈ ખુમાણ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં નગરપાલિકા કર્મચારી મંડળ દ્વારા ભવ્ય વિદાય સમારંભ યોજાયો. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા નગરપાલિકાના કાયમી કર્મચારી બીસૂભાઈ ખુમાણ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં નગરપાલિકા કર્મચારી મંડળ દ્વારા તેમને ભવ્ય વિદાયમાન આપવામાં આવેલ. આ વિદાય સમારંભ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ રાજુભાઈ દોશી, ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી, ચીફ ઓફિસર બોરડ સાહેબ, નગર પાલિકાના સદસ્યો તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા
    આ તકે તમામે બિસુભાઈની કામ પ્રત્યેની નિષ્ઠા અને તેમનો સરળ સ્વભાવ તેમજ ૩૦ વર્ષની નોકરી  દરમ્યાનના સંસ્મરણો વાગોળ્યા હતા અને તેમને ભવ્ય વિદાઈ આપી સન્માન કર્યું હતું.
   આ વિદાય સમારંભને સફળ બનાવવા કર્મચારી મંડળનો અડધી રાતનો હોંકારો મનોજભાઈ ત્રિવેદી સહિતના તમામ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.  આ તકે બીસૂભાઈએ પણ પોતાની કારકિર્દીમાં તમામ દ્રારા મળેલ સહકાર અને સોનેરી સંભારણાઓ યાદ કરેલ. કાર્યક્રમના સમાપન પ્રસંગે કેતનભાઈ ખુમાણે તમામનો આભાર માની આભાર વિધિ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *