સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરના લોકોની અને તાલુકાના લોકોની સુખાકારી માટે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાનાં પ્રયત્નોથી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નવો મેડીકલ અને લેબોરેટરી અને ઈ શ્રમીક કાર્ડ સ્થળ ઉપર કાઢીને આપતો ડોક્ટરોની ટીમ સાથેનો સંપૂર્ણ સુવિધાયુક્ત ધન્વંતરી આરોગ્ય રથ સાવરકુંડલા સીવીલ હોસ્પિટલને મળેલ હોય ત્યારે ૧૭-૨-૨૩ને શુકવારે સવારે ૧૦ કલાકે સાવર વિભાગમાં પાણીના ટાંકા પાસે સ્થળ ઉપર ડો. ભાવેશભાઈ હીંગુ.. પેરામેડીક. દીપકભાઈ.. લેબ ટેક્નિશિયન નિતીક્ષાબેન પટેલ. પાઈલોટ રાજેશભાઇ આ મેડિકલ સ્ટાફ સાથે નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને નગરપાલિકાના સદસ્ય કમલેશભાઈ રાનેરા. બુથ પ્રમુખ રોહીતભાઈ ગોત. જયસુખભાઈ જાદવ સહીતના કાર્યકતાઓએ આ સ્લમ વિસ્તારમાંથી લોકોને બોલાવીને જરૂરીયાત મુજબ મેડિકલ ચેકઅપ કરાવી અને દવાઓ અપાવેલ. આ સ્લમ વિસ્તારના ધર આંગણે આરોગ્ય સેવાઓ પહોંચતી કરવા માટે ગુજરાત સરકારે આ જનઉપયોગી ઉમદા કાર્ય કરે છે ત્યારે લોકો પણ ખુબજ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે દરેક વિસ્તારમાં આ ધન્વંતરી આરોગ્ય રથ આવે ત્યારે નગરપાલિકાના તમામ સદસ્યો અને કાર્યકરો અને સેવાભાવી યુવાનો રથની સાથે રહી આજુબાજુના લોકો સુધી જઈને જરૂરીયાતમંદ લોકોને આ આરોગ્ય સેવાઓ પહોંચતી કરવા માટે મદદ કરવા સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી દ્વારા નમ્ર અપીલ કરવામાં આવેલ.
4 Attachments • Scanned by Gmail


