Gujarat

સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે આજે મતદાર યાદી સુધારણા ખાસ ઝુંબેશ માટે તાલીમનું અયોજન કરવામાં આવ્યું હતું

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સી .ઓ.ઓફીસ ગાંધીનગરથી જે સૂચના મળેલી છે તે મુજબ વર્ષમાં ચાર વખત મતદાર યાદી સુધારણા ખાસ ઝુંબેશ કાર્યક્રમ રાખવામાં આવે છે  તે અંતર્ગત તારીખ ૧૬ અને તારીખ ૨૩  એમ બે દિવસ મતદાર યાદી સુધારણા ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જે સાવરકુંડલા તાલુકામાં  જે પણ બુથ છે કે જેમાં લોકોને પોતાના ઇલેક્શનકાર્ડમાં નામ સુધારવું,કે પછી પોતાનાં નામ નવા  એડ કરવા હોય કે જેની ૧૮ વર્ષની ઉંમર પુરી થઈ હોઈ અથવા જે કોઈ મરણ પામેલ હોઈ તેના નામ કમી કરવાના હોઈ આ તમામ જે કાર્યવાહી છે તે તારીખ ૧૬ અને ૨૩ એ જેટલા પણ નાગરિકો છે એમની નજીકની શાળામાં જ આ કામગીરી થવાની છે જે પણ બીએલઓ  કરવાનાં છે જે બુથલેવલ ઓફિસર હોઈ જે બુથલેવલ ઓફિસરને આ કામગીરી કઈ રીતે કરવાની છે જે માટે  તમામને જે નવી બીએલઓની નવી એપ છે તે માટે તે માટેની માહિતી આપી હતી અને જે નવા ફોર્મ છે ૬,૭,૮  તે બાબતની એક સમજુતી આપવામાં આવી હતી અને કોઈપણ બીએલઓ. ને તકલીફ ના પડે તે માટે વ્યવસ્થિત રીતે એક તાલીમનું આયોજન સાવરકુંડલા મામલતદાર શ્રી પ્રદીપસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને અને નાયબ મામલતદાર શ્રી ખરવેશભાઈ જોશી સહિતની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું

IMG-20230413-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *