સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ખેડુતોની દરેક બાબતે ચિંતીત અને સંવેદનશીલ એવી કેન્દ્ર અને રાજય સરકારશ્રીએ ટેકાના ભાવથી ચણા ખરીદવાની કરેલ જાહેરાત અન્વયે આજરોજ સાવરકુંડલા ખાતે ગુજકોમાસોલ મારફત મંજૂર કરવામાં આવેલ ખરીદી કેન્દ્રો પૈકીના સાવરકુંડલા કેન્દ્રમાં ટેકાના ભાવથી ખરીદી કરવાનો શુભ પ્રારંભ પ.પૂ.શ્રી ઉષામૈયા –શિવદરબાર આશ્રમ કાનાતળાવના શુભ હસ્તે કરવામાં આવેલ છે. અને સરકારશ્રીએ જાહેર કરેલ ટેકાના ભાવ રૂા.૧૦૬૭/- પ્રતિમણ મુજબ આજે ખેડૂતોના ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ. સરકારશ્રીએ કરેલ જાહેરાત મુજબ ખરીદીનો અમલ થતા ખેડૂતોમાં ખુશી અને સંતોષની લાગણીનો સંદેશ ગયેલ છે. ગત વર્ષે ૫ણ સરકારશ્રીએ ટેકાના ભાવથી અમરેલી જિલ્લામાંથી લાખો કવીન્ટલ ચણાની ખરીદી કરેલ છે. જેમાં સાવરકુંડલા એક કેન્દ્રમાંથી ૧,૪૫,૧૧૬ ગુણી જેટલી ખરીદી કરેલ હતી. સરકારશ્રીએ ચાલુ વર્ષે ૫ણ એજ અભીગમ અને નીતિ અ૫નાવતા જિલ્લાના પનોતાપુત્ર અને રાષ્ટ્રીય દિગ્ગજ આગેવાન, ચેરમેનશ્રી ઇફફકો, એન.સી.યુ.આઇ., ગુજકોમાસોલ એવા શ્રી માન.દીલી૫ભાઇ સંઘાણીના માર્ગદર્શન મુજબ ૧૨૨ ખરીદી કોન્દ્રો મંજુર કરેલ છે. તે મુજબ એ.પી.એમ.સી. સાવરકુંડલા ચેરમેનશ્રી દિ૫કભાઇ માલાણીની રજૂઆત અને માન.સાંસદશ્રી નારણભાઇ કાછડીયા અને માનઘારાસભ્યશ્રી મહેશભાઇ કસવાળાની ભલામણની નોંઘ લઇ ગુજકોમાસોલ ચેરમેનશ્રીએ સાવરકુંડલા કેન્દ્ર મંજૂર કરી ટેકાના ભાવે ખરીદી કરવા જણાવતા આજથી સરકારશ્રીની નીતિ મુજબ ટેકાના ભાવથી ખરીદી શરૂ થયેલ છે. સાવરકુંડલા કેન્દ્રમાં અંદાજે ૪૪૦૦ જેટલા ખેડુત ખાતેદારોની ઓનલાઇન નોંઘણી થયેલ છે. જે ગત વર્ષની સરખામણીએ ૫૦૦ જેટલા વઘુ ખેડુતોની નોંઘણી થયેલ છે. સાથે રાજય સરકારશ્રીએ ૫ણ ગયા વર્ષની જેમ જ રાષ્ટ્રનું સૌથી મજબૂત અને પ્રતિષ્ઠિત સહકારી ફેડરેશન ગુજકોમાસોલ મારફત સહકારી સંસ્થાઓ દ્વારા ખરીદી કરવાના નિર્ણય બદલ રાજયના માન.મુખ્યમંત્રીશ્રી અને માન.કૃષિમંત્રીશ્રીને ૫ણ ખેડુતોએ અભિનંદન પાઠવી અને પ્રસંશા સાથે આવકારેલ છે. અત્રે ખાસ નોંઘનીય છે કે ગયા વર્ષની સરખામણીએ પ્રતિમણ ભાવમાં ૫ણ રૂા.૨૧ નો વઘારો આપેલ છે. આજના શુભારંભ પ્રસંગે સાવરકુંડલા એ.પી.એમ.સી.ના ચેરમેનશ્રી દિ૫કભાઇ માલાણી, અમરેલી જિલ્લા સ.ખરીદ વેચાણ સંઘના પ્રમુખશ્રી જયંતીભાઇ પાનસુરીયા, એ.પી.એમ.સી. વા.ચેરમેનશ્રી મનજીભાઇ તળાવીયા, જિ.પં.સદસ્યશ્રી શરદભાઇ ગૌદાની, લાલભાઇ મોર, તાલુકા ભાજ૫ પ્રમુખશ્રી જીવનભાઇ વેકરીયા, શહેર ભાજ૫ પ્રમુખશ્રી પ્રવીણભાઇ સાવજ, એ.પી.એમ.સી, તથા તાલુકા સંઘ ના ડીરેકટરશ્રીઓ, ઘીરૂભાઇ વોરા, અતુલભાઇ રાદડીયા, દુર્લભજીભાઇ કોઠીયા, કિશોરભાઇ બુહા, અશ્વીનભાઇ માલાણી, ભીખાલાલ આકોલીયા, જાબાળ ગ્રામ પં. સરપંચશ્રી જયદી૫ભાઇ ખુમાણ, ન.પા.સદસ્યશ્રી અજયભાઇ ખુમાણ, વેપારી મહામંડળ પ્રમુખશ્રી સુરેશભાઇ ગજેરા અને વેપારીશ્રીઓ, ગુજકોમાસોલના લાયઝન અઘિકારીશ્રી ભરતભાઇ મોરી, આસી.મેનેજરશ્રી રાજાભાઇ બારડ તેમજ માર્કેટયાર્ડના સેક્રેટરીશ્રી અને સ્ટાફ, તાલુકા સંઘના મેનેજરશ્રી રાજુભાઇ માલાણી અને સ્ટાફગણ સહિત બહોળી સંખ્યામાં ખેડુતો, કાર્યકરમિત્રો ઉ૫સ્થિત રહયા હતા.


