સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા લીલીયા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનીને લડવા આવેલા મહેશભાઈ કસવાળાએ ચૂંટણી સમયે આપેલા વચનો પાળી બતાવવા માટે ભગીરથ પ્રયાસો શરૂ કરી દીધા છે જેના ભાગરૂપે ચૂંટણી ઢંઢેરો નહિ પણ ચૂંટણી વખતે આપેલા વચનો પ્રજાના પ્રતિનિધિ બનીને પાળવાની બાહેંધરી આપેલી કે સાવરકુંડલા શહેરની નાવલી નદી ફરી ૨૪ કલાક અને ૩૬૫ દિવસ ખળખળ વહેતી રહે તેવા પ્રયત્ન ચૂંટણી જીતીને કરી બતાવીશ. આ સંદર્ભે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ સાવરકુંડલાના હાથસણીના શેલ દેદુમલ ડેમ ફરતે હાલ દીવાલનું કામ શરૂ કરાવીને શેલ દેદુમલ ડેમનું પાણી સાવરકુંડલાના સુકનેરા ડેમને પાણી મળતું થાય તો સાવરકુંડલા શહેરની મધ્યમાંથી પસાર થતી સુપ્રસિદ્ધ નાવલી નદી કાયમ માટે વહેતી થવાના સ્વપ્નો સાકાર થાય તે માટેના ધારાસભ્ય કસવાળાએ કરેલા અડગ નિર્ધારને સાર્થકતા મળે તેવા પરિણામ લક્ષી કાર્ય માટે સિંચાઇ વિભાગના અધિકારીઓને સાથે રાખીને શેલ દેદુમલ ડેમ અને સુકનેરા ડેમના ચાલતા દિવાલના કામની મુલાકાત લઈને પહેલા ડેમની સાઇડો પાકી કરી બાદ ડેમનું પાણી નાવલી નદીમાં વહે તે માટેના કરેલા પ્રયાસોના ભાગરૂપે જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ શરદ પંડ્યા, મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા, પાલિકાના સદસ્ય કિશોરભાઈ બૂહા, મેહુલભાઈ ત્રિવેદી, લાલભાઈ ગોહિલ, વેપારી સેલના સભ્ય સંદીપભાઈ ભટ્ટ સંગાથે રહીને વચનબદ્ધ ધારાસભ્ય મહેશ કસવાળાની કર્તવ્ય નિષ્ઠાને બિરદાવી હતી ત્યારે એક વાત તો માનવી જ પડે કે સાવરકુંડલા શહેર તાલુકાનો પાણીનો પ્રાણ પ્રશ્નો જળ મૂળથી ઉકેલવાના પ્રયત્નો શરૂ કર્યા છે સફળતા અને નિષ્ફળતાએ સિક્કાની બે બાજુ છે પણ ધારાસભ્ય મહેશ કસવાળાનો પ્રયાસ બિલકુલ પ્રમાણિક નિષ્ઠા પૂર્વકનો છે તે આંખે ઉડીને આંખે વળગે છે તે વાસ્તવિકતા સ્વીકારવી જ રહી.


