Gujarat

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ કૃષિમંત્રી વી.વી. વઘાસીયાના માર્ગ

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ કૃષિમંત્રી વી.વી. વઘાસીયાના માર્ગ અકસ્માતમાં આકસ્મિક નિધન બાદ આજે ભારતીય જનતાપાર્ટી દ્વારા મૂઠી ઊંચેરા માનવી જગ છોડીને જાય કાગા એની કાણ ઘર ઘર મંડાઈ તેવા પક્ષને વરેલા ભાજપના ભેખધારી સૈનીક તરીકે કામગીરીઓ કરનારા વલ્લભભાઈ વઘાસિયાની પ્રાર્થના સભાનું આયોજન સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ભાજપના વિવિધ મંડળો, ખોડલધામ, હીરા ઉદ્યોગ સહિત પટેલ વાડી ખાતે યોજવામાં આવેલ હતું જેમાં ભાજપના અમરેલીની સર્વોચ્ચ નેતૃત્વ પૂરું પાડતા જિલ્લાના મોભી ગણાતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સહકારી ક્ષેત્રના માંધાતા અને ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, જીલ્લા ભાજપ પ્રભારી ડો.ભરતભાઈ બોધરા, વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરીયા, સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય મહેશભાઇ કસવાળા, ધારાસભ્ય જે.વી.કાકડીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, જીલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા, મહામંત્રી મહેલભાઈ ધોરાજીયા, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ડો. ભરત કાનાબાર, પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હીરપરા, કમલેશ કાનાણી સહિતના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ઉપસ્થિતિમાં શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. સદગત વી.વી.વઘાસિયાના પરિજનોની વિશેષ હાજરી વચ્ચે બે મિનિટનું મૌન પાળીને સદગતના પક્ષ પ્રતેયેની નિષ્ઠા, વફાદારીના વિચારો રાજકીય નેતાઓએ નત મસ્તક વખાણ કર્યા હતા ને સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા યોજી હતી

IMG-20230526-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *