Gujarat

સાવરકુંડલા શહેરનાં લોકપ્રિય ગાયિકા રેખાબેન વાળાનો આંતરરાષ્ટ્રીય મહિલા દિન અને ધૂળેટી નિમિત્તે પ્રેરક સંદેશ.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરનાં લોકપ્રિય ગાયિકા રેખાબેન વાળાએ ધૂળેટી પર્વ નિમિત્તે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે દેશની સુરક્ષા માટે તહેનાત ફૌજી જવાનો માટે દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થા સંભાળતા પોલીસ વિભાગને તથા તમામ મહિલાઓને શુભકામનાઓ પાઠવી હતી.. આ પ્રસંગે તેમણે પોતાના પરિવારથી દુર સીમા પર દેશની રક્ષા માટે ખડેપગે તૈયાર ફૌજી જવાનો માટે તેમનાં જીવનની મંગલ કામનાઓ સાથે મહિલા સશક્તિકરણને વેગ મળે તે માટે દેશની તમામ મહિલાઓને પોત પોતાના ક્ષેત્રે અથાગ મહેનત કરી નારીશક્તિનો શ્રેષ્ઠ પરિચય આપી ભારત દેશનું નામ વિશ્ર્વના નકશા પર ગૌરવાન્વિત કરવા પણ હાકલ કરી હતી.. નારી તું નારાયણીના જીવનમંત્ર સાથે શક્તિ અને ભક્તિના રંગે રંગાઈ ભારત દેશને એક નવા આયામ તરફ લઈ જવા માટે પરિશ્રમ એ જ પારસમણી છે.. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ જીવનમંત્ર સાથે પરિવાર, સમાજ અને દેશની પ્રગતિ માટે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવાનો સંદેશ પણ આપ્યો હતો.

IMG-20230309-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *