સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–શું આજ પધ્ધતિ હોય છે ડીઝાસ્ટર મેનેજમેન્ટમાં.. અરે!! ભાઈ!! લોકો છે એને પૂછવાનો અધિકાર પણ છે અને તંત્રએ સંતોષકારક જવાબ આપવો એ પણ તંત્રનું દાયિત્વ છે.
——————————————————————–અચાનક એ પણ વાવાઝોડાની શક્યતા કે તેની પશ્ર્ચાદ અસરોની સંભાવનાઓની વાતો વચ્ચે અચાનક વહેલી પરોઢે જ્યારે વીજળી ગુલ થાય અને પરેશાન થઈને શહેરના નાગરિક તરીકે વીજળી ક્યારે આવશે અર્થાત્ વીજપુરવઠો ક્યારે પૂર્વવત થશે એ જાણવા તંત્ર દ્વારા જાહેર કરાયેલ નંબર દ્વારા શહેરના કોઈ પણ નાગરિક વિદ્યુત સંબંધિત જાણકારી જાણવા માંગે ત્યારે તંત્રના ફોન દ્વારા જવાબ ન મળે કે ફોન પણ ન ઉપડે અથવા તો ગોળગોળ જવાબ મળે ત્યારે આપણી વીજવ્યવસ્થાના અવિરત પુરવઠો પુરો પાડવાના દાવા પર પ્રશ્નાર્થ ચિહ્ન તો લાગે જ.. વિદ્યુત પુરવઠો સતત અને અવિરત મળી રહે તે જોવાનું કાર્ય પણ વીજતંત્રનું જ હશે ને?
વાત જાણે એમ છે કે
આજરોજ સવારે પાંચ આસપાસ સાવરકુંડલા શહેરના હાથસણી રોડ વિસ્તારમાં અચાનક વીજળી ગુલ થતાં સવારની મીઠી નિંદર માણતાં શહેરીજનો જેમાં નાના બાળકો, વૃદ્ધો, દર્દથી પીડાતા લોકો યુવાનો યુવતીઓ ગાઢ નિંદ્રામાં સુતેલા હોય અને અચાનક ઉંઘમાં ખલેલ પહોંચે એટલે સ્વાભાવિક છે કે એ વીજ પુરવઠાનો અભાવ માણતાં અસરગ્રસ્તો સલંગ્ન તંત્રને ફોન કરે એ પણ સ્વાભાવિક છે. એ સંદર્ભે
આજરોજ સવારે વહેલી પરોઢે બનેલી ઘટનાનો હૂબહૂ ચિતાર પણ તંત્રની આંખ ખોલનાર શહેરના એક જાગૃત નાગરિકના શબ્દોમાં આ મુજબ
આજ રોજ સાવરકુંડલા શહેરના હાથસણી રોડ પર તારીખ ૦૯/૦૬/૨૩ ના દિવસે વહેલી સવારે પોણા પાંચ વાગ્યાના આસપાસ વીજળીનો પાવર જતો રહ્યો હતો..
પછી થોડો સમય રાહ જોઈ પણ પાવર આવ્યો નહિ..
પછી જાહેર કરેલ સાવરકુંડલા શહેરના ફોલ્ટ નંબર પર ફોન લગાવ્યા પણ તેમાં જાહેર કરેલ લેન્ડલાઇન નંબર અને મોબાઈલ નંબર વ્યસ્ત આવતા હતા સતત પછી સાવરકુંડલા ગ્રામ્યમાં ફોન લગાવ્યો ત્યાં લાગ્યો અને જવાબ મળ્યો કે પાચ મિનિટમાં આવી જશે પછી અર્ધી કલાક રાહ જોઈ પરંતુ લાઈટ ના આવી..!! પછી સાવરકુંડલા શહેરના બંને નંબરમાં ફરી પ્રયત્ન કર્યા પણ ના લાગ્યા, રૂરલમાં વાત થઈ પણ ત્યાં બિચારાએ કીધું કે ભઈ મે ઉપર વાત કરી પણ હમણાં આવી જશે તેવું કહે છે. પછી pgvcl ટોલ ફ્રી નંબર પર વાત કરી અને પૂછ્યું તો પાવરનું કીધું કે મેજર ઇસ્યૂ નહિ હોય તો હમણાં આવી જશે..! પણ આવો જવાબ સાંભળીને મે પૂછ્યું કે મેજર ઇસ્યૂ છે કે નહિ એ તો અમને થોડી ખબર હોય. અને સાથો સાથ અંહિના લોકલ ફોલ્ટ નંબર લાગતા નથી તેની પણ ફરિયાદ કરી અને તે લોકો પણ જવાબ દેવામાં અસમર્થ હશે. કદાચ એટલે ફોન કાપી નાખ્યો, છતાં પાવર તો નહતો જ આવ્યો.. પાછું વળી થયું કે લોકલ ફોલ્ટ સેન્ટરમાં વાત કરીએ તો નસીબ સારા કે ૨૫ ટ્રાય કર્યા પછી ફોન લાગ્યો પણ જવાબ તેવો મળ્યો કે સબ સ્ટેશનમાં વાંધો છે તો નક્કી નહિ કે ક્યારે પાવર આવે, પછી વળી મેં પૂછી પણ લીધું કે ફોન લાગતો કેમ નહતો? તો કીધું કે સાવરકુંડલા અંધારપટ છે આખું. તો ફોન આવતા હોય તો વ્યસ્ત હોય, મે પૂછ્યું કે નંબર તો બંને વ્યસ્ત આવતા હતા તો તેને કીધું બંને સીમ એક ફોનમાં જ છે, તે કદાચ ભૂલી ગયા હસે બીજો નંબર જાહેર કરેલ છે એ લેન્ડલાઇન નંબર છે, પછી કે પૂછ્યું પણ ખરું કે લેન્ડલાઇન નંબરનું સીમ પણ તમે મોબાઈલમાં ચડાવ્યું હશે’ને? તો તેને પણ ફોન મૂકી દીધો..
પણ અંતે ફોન મૂક્યો ને બે મિનિટમાં પાવર આવી ગયો..
પણ જો ફોનમાં જવાબ આપી ના શકતા હોય અને ફોલ્ટ સોલ્વ ક્યારે થશે એનો અંદાજ પણ ના હોય તો કેમ આ વિમાગ ફોલ્ટ સેન્ટર ચાલુ કરીને લોકોમાં જાહેર કરતા હશે? એ યક્ષપ્રશ્ન મનોમંથન સમાન તો ચોક્કસ ગણાય. કોઈ મિનિસ્ટર કે ધારાસભ્ય – સંસદ સભ્ય અજાણ્યા નંબર પરથી આ વિશે ફોન લગાડી મોક ટ્રાયલ કરે તો તંત્રની વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આવે.
—-પ્રસ્તુતિ પ્રિયંક પાંધી સાવરકુંડલા
