Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ આરોગ્યના ધામ સમા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી  લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાતે અમેરિકા સ્થિત હરિભાઈ પટેલ દંપતિ..

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ સાવરકુંડલા ખાતે આવેલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે શ્રી હરિભાઈ પટેલ તથા તેમના શ્રીમતી શુભેચ્છા મુલાકાતે પધારેલા. આ સંસ્થાના કિમોથેરાપી વિભાગમાં ( કેન્સર વિભાગ) તેમનું મહત્વપૂર્ણ યોગદાન છે.તેઓ હાલ અમેરિકામાં શિકાગોમાં રહે છે અને તેઓ “ભારતીય સિનિયર સિટીઝન શિકાગો” ના પ્રેસિડેન્ટ છે.શ્રી હરિભાઈ તથા તેમની ટીમ અમેરિકામાં વસતા ભારતીય પરિવારોની આર્થિક રીતે ખૂબ મદદ કરે છે. આ સાથે તેઓ અમરેલી જિલ્લામાં અંતરિયાળ ગામોમાં આરોગ્યલક્ષી તથા વિવિધ સંસ્થાઓમાં મોટું યોગદાન આપે છે. તેઓ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તથા અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સારા સંબંધો ધરાવે છે.
આ  સંસ્થાની સંપૂર્ણ બારીકીથી મુલાકાત લીધા બાદ આ ભગીરથ કાર્યને તેઓએ શાબ્દિક વખાણ્યા તથા સંસ્થાના ટ્રસ્ટીઓના ઉમદા કાર્યની સરાહના પણ પેટભરીને કરી હતી. .

IMG-20230310-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *