Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ, સાવરકુંડલામાં વિશ્વ જળ દિવસની ઉજવણી.. 

સાવરકુંડલા. તા..
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં તારીખ ૨૨/ ૩ /૨૩ના વિશ્વ જળ દિવસની ઉજવણીના ભાગરૂપે અહીંની કોલેજમાં  વક્તવ્ય તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું. એફ.વાય. બી.એ.ની વિદ્યાર્થીનીઓ લુણી મયુરી તથા બોરીચા રાજેશ્રીએ જળ દિવસનું મહત્વ દર્શાવતા મનનીય વક્તવ્યો રજૂ કર્યા. જળ દિવસ નિમિત્તે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં ૧૭ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો, જેમાં સાંગાણી ચિન્ટુએ પ્રથમ તથા નિમાવત કૃપા અને હિંગુ કોમલે દ્વિતીય, વિછીયા દિવ્યા અને વાળા માધવીએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો.
કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર પ્રા છાયાબેન શાહે કર્યું. નિર્ણાયક તરીકે પ્રા.ડો. પ્રતિમાબેન શુક્લ તથા પ્રા.ડો. રુકસાનાબેન કુરેશીએ સેવા આપી. પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબે તમામ વિદ્યાર્થીનીઓને કાર્યક્રમમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા.

IMG-20230325-WA0051.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *