Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ મણીભાઈ ચોક ખાતે આવેલ કન્યા કેળવણી ક્ષેત્રે અગ્રેસર સરકારી પ્રાથમિક કન્યાશાળા શ્રી બ્રાંચ શાળા નંબર બે માં  આજે બેગલેસ શિક્ષણનો બીજો દિવસ..

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
૧૦  દીવસ બેગ લેશ કાર્યક્ર્મ અંતર્ગત આજરોજ શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યાશાળાની દીકરીઓએ ગૃહ ઉદ્યોગ દ્વારકેશ પાપડ ઉદ્યોગની મુલાકાત લીધી હતી અને ગૃહ ઉદ્યોગો સંબંધિત ત્યાં કેવા કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે તેની તલસ્પર્શી માહિતી મેળવી હતી અને આ દ્વારકેશ પાપડ જે લિજ્જત પાપડ જે છે તેની જ પેટા શાખા છે. અને તેના દ્વારા જે બહેનોને રોજગારી માટેનું એક સારું અને સરળ પાસું સાવરકુંડલામાં સારા કાર્ય થઈ રહ્યા છે તે બાબતની જાણકારી પણ તેમના કાર્યકરો અને ટ્રસ્ટી મંડળે આપેલ હતી. ત્યારબાદ શાળામાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે આ શાળાના માજી શિક્ષક દંપતીના પુત્ર અને પુત્રવધૂ દ્વારા રામ ભરોસે દીકરીઓને ,શીખંડ પૂરી શાક,કચુંબર ,પાપડ, છાશનો ભરપેટ ભોજન આપવામાં આવેલું હતું તેમજ દીકરીઓએ સવારે સામૂહિક યોગા પણ કરેલ હતા. આ દરેક કાર્યક્રમને સમયસર વ્યવસ્થિત પૂર્ણ કરવામાં આચાર્યશ્રી ભારતીબેનના માર્ગદર્શન નીચે શ્રી રેખાબેન હર્ષાબેન, મૈત્રીબેન, અંકિતાબેન અરુણાબેન ,શર્મિલાબેન સંદીપભાઈ ,જીજ્ઞાબેન દરેકે સારી જહેમત ઉઠાવી હતી

IMG-20230325-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *