Gujarat

સાવરકુંડલા શહેરમાં કબીર ટેકરી આશ્રમ ખાતે વિનામૂલ્યે નેત્રનિદાન તથા નેત્રમણી કેમ્પ યોજાયો.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજ રોજ તારીખ ૧૬/૦૪/૨૦૨૩ ને રવિવાર શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટ્રસ્ટ સવાર કુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદશઁન નેત્રાલય હોસ્પીટલ સંચાલિત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગથી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પની અંદર ઓ.પી.ડી.માં ૯૦ દદીઁઓને લાભ લીધો હતો. અને તેમજ મોતિયાના ઓપરેશન  ૨૨ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પનું દિપ પ્રાગટય લાયન્સ કલબ ઓફ અમરેલી  સિટીમાંથી ભુપતભાઇ ભુવા તથા વિનુભાઈ આદ્ગૉરોજા સાહેબ તથા સાહસભાઈ ઉપાધ્યાય તથા ભદ્રસીહ સામાજિક સેવા સંસ્થાન શ્રી બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી વિશાલભાઇ વ્યાસ,  જિતેનભાઇ હેલૈયા, ચીમનનાથ નાથજી, જેઠવાભાઈ  મેહુલભાઈ ત્રિવેદી તથા વિઠ્ઠલભાઈ પટેલ પટેલબેટરીવાળા સુદર્શન નેત્રાલયના કર્મચારી કિતિઁભાઇ ભટ્ટ, નિલેષભાઈ ભીલ, કબીર ટેકરીના સ્વયંમ સેવકો વગેરે સેવા આપી હતી. આ કેમ્પ દર મહિનાના ત્રીજા રવિવારે છેલ્લા ૧૦ વર્ષથી યોજાય છે

IMG-20230416-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *