સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં ગતરોજ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા અહીં આવેલ નર્સિંગ કોલેજમાં વિશ્ર્વ ગ્રાહક દિનની ઉજવણીના ભાગરૂપે ગ્રાહક જાગૃતિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના સભ્યો રવિભાઈ મહેતા, બિપીનભાઈ પાંધી અને હર્ષદભાઈ જોશી દ્વારા ઉપસ્થિત તમામ નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓને ગ્રાહક સુરક્ષા જાગૃતિ લાવવા માટે વિશદ છણાવટ સાથે વક્તવ્ય આપ્યું હતું. આ ગ્રાહક જાગૃતિ અભિયાનને સફળ બનાવવા નર્સિંગ કોલેજના નર્સિંગ ટયુટર વી. એસ. જોષી, આર. બી. પટેલિયા, એસ. ડી. ગોસાઈ દ્વારા સતત જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ વકતાઓને આ કોલેજની વિદ્યાર્થિનીઓએ ખૂબ ધ્યાનથી સાંભળ્યા હતાં અને હવે પોતાના જીવનમાં પણ ગ્રાહક સુરક્ષાની રસપ્રદ બાબતો ઉતારી સમાજના અન્ય લોકોને પણ ઉપયોગી થવા માટે નિર્ધાર કર્યો હતો. આ કોલેજના પ્રિન્સિપાલ એસ એ. રાજાણી મેડમની મંજૂરીથી આ સેમિનાર યોજાયો હતો. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પણ ગ્રાહક સુરક્ષા સંબંધિત માહિતીઓ વિશે વિશદ છણાવટ કરી તલસ્પર્શી માહિતી આપી હતી.


