Gujarat

સાવરકુંડલા શહેરમાં ચોમાસા પહેલાં પ્રાણપ્રશ્ન સમાન લોહાણા મહાજન વાડી પાસે પાણી ભરાવવાના પ્રશ્નનું નિરાકરણ થયુ.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા તથા  ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા  શહેર ભાજપ દ્વારા રજૂઆત કરતા નગરપાલિકા ના પ્રમુખ તૃપ્તિબેન રાજુભાઈ દોશીને તાત્કાલિક સૂચના આપી બે દિવસમાં આનું કામનું નિરાકરણ કારણ આવેલ હાલ કામ શરૂ છે છેલ્લા ૧૦ વર્ષથી  આ વિસ્તારના વેપારીનો ખૂબ જ મોટો પ્રશ્ન બની ગયો હતો અને સાવર વિભાગને જોડતો મુખ્ય રોડ છે જ્યારે ચોમાસું આવે  લુહાર વાડી પાસે ચોમાસામાં પાણી ભરાવવાનો પ્રાણપ્રશ્નને સાવરકુંડલા શહેર ભાજપના પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા, મહામંત્રી વિજયસિંહ વાઘેલા  તેમજ વોર્ડ નં. ૭ ના નગરપાલિકા સભ્ય આસિફભાઈ કુરેશી, સોહેલ શેખ તેમજ શહેર ભાજપની ટીમ દ્વારા સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ શ્રી તૃપ્તિબેન રાજુભાઈ દોશીને રજૂઆત કરતા તેઓએ આ ૧૦ વર્ષ જૂના પ્રશ્નનું નિરાકરણ લાવી તાત્કાલિક ધોરણે તેની આજરોજ નગરપાલિકા દ્વારા ફુલ જોશમાં કામ શરૂ કરવામાં આવ્યું તે બદલ નગરપાલિકાના પ્રમુખશ્રીનો ખુબ ખુબ આભાર પણ માનવામાં આવેલ

IMG-20230515-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *