Gujarat

સાવરકુંડલા શહેરમાં ધોરણ ૧૦ અને ૧૨ ની શરૂ થતી ગુજરાત બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઈ પરીક્ષા આપી શકે તેવી શુભેચ્છા પાઠવતાં  ભાજપ  અગ્રણીઓ. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજથી શરૂ થઇ રહેલી ધોરણ ૧૦ અને ૧૨ની ગુજરાત બોર્ડની પરીક્ષા આપનારા સૌ વિદ્યાર્થીઓ તણાવમુક્ત રીતે પરીક્ષા આપી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે તેવા હેતુથી સાવરકુંડલા શહેર યુવા ભાજપ દ્વારા સાવરકુંડલા શહેરની ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને મોઢા મીઠા કરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ તકે અમરેલી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી શ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય, જીલ્લા યુવા ભાજપ મંત્રી શ્રી મયુરભાઈ ખાચર, શહેર યુવા ભાજપ મહામંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ જોષી તથા શહેર ભાજપ પ્રમુખશ્રી પ્રવીણભાઈ સાવજ, શહેર ભાજપ મહામંત્રી શ્રી રાજુભાઈ નાગ્રેચા, અ.નું મોરચાના પ્રમુખશ્રી કેશુભાઈ વાઘેલા તથા નગરપાલિકા સદસ્ય શ્રી મેહુલભાઈ ત્રિવેદી, શ્રી કિશોરભાઈ બુહા, જિલ્લા ભાજપ વેપારી સેલ સંયોજક શ્રી સંદીપભાઈ ભટ્ટ, સોશિયલ મીડિયા સેલ કન્વીનર શ્રી કેતનભાઇ કેશુર,યુવા ભાજપ મંત્રી શ્રી નિખિલભાઇ ઘેલાણી તથા શ્રી કિશનભાઇ ત્રિવેદી, શ્રી પ્રણવભાઈ વસાણી,શ્રી મિહિરભાઈ રબારી,શ્રી યજ્ઞેશભાઈ ત્રિવેદી સહિત ભારતીય જનતા પાર્ટીના હોદેદારો કાર્યકરો સૌ વિદ્યાર્થીઓ પૂરી મહેનત, આત્મવિશ્વાસ અને શાંત ચિત્તે પરીક્ષા આપી શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ પાઠવી.

IMG-20230314-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *