Gujarat

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતાં જોરદાર વિસ્ફોટ સાથે ગોડાઉનને પણ ખાસ્સું નુકસાન થયેલું  જોવા મળેલ છે.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા મહુવા રોડ પર આવેલા એક ફટાકડાના ગોડાઉનમાં આજે રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાનું કારણ હજુ અકબંધ રહ્યું છે. પરંતુ આ ગોડાઉનમાં લાગેલી આગના ફટાકડાનો અવાજ છેક બે ચાર કિલોમીટર સુધી સાંભળવા મળ્યો. એક તો મિતિયાળાના ભૂકંપની યાદોં હજુ લોકોમાં ટોક ઓફ ધ ટાઉન છે એવામાં આ ભયંકર અવાજે પણ જાણે ભૂકંપનો અવાજ આવ્યો હોય એવો માહોલ સર્જાયો હતો. જો કે આ સંદર્ભે સાવરકુંડલા મામલતદાર શ્રી સાથે વાત કરતા મહુવા રોડ પર આવેલા ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી હોવાનુ જાણવા મળ્યુ હતું. હવે એક્સોપ્લોઝીવ સામગ્રી અંતર્ગત જરૂરી પરવાનગી હતી કે કેમ? સ્ટોક મર્યાદા વગેરે બાબતો તપાસનો વિષય ગણાય.. પરંતુ હાલ તો આગ લાગતાં ગોડાઉની ઇમારતને પણ ખાસ્સું નુકસાન થયું હોય તેવો પ્રાથમિક અંદાજ છે. સાવરકુંડલા નગરપાલિકાના ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. વધુ વિગતોની રાહ જોવાય રહી છે.

Screenshot_20230207-221100_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *