સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
૧૫ માર્ચ વિશ્ર્વ ગ્રાહક દિન નિમિત્તે સાવરકુંડલા શહેરમાં આવેલ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક જાગૃતિ અભિયાન અંતર્ગત ગતરોજ તારીખ ૧૩-૩-૨૦૨૩ ના રોજ સાવરકુંડલા શહેરમાં જેસર રોડ પર આવેલ પ્રિયાંશી સ્કૂલમાં ગ્રાહક જાગૃતિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના રમેશભાઈ હીરાણી અને બિપીનભાઈ પાંધીએ ઉપસ્થિત શાળાના બાળકોને ગ્રાહક સુરક્ષા કાનૂન સંદભે તલસ્પર્શી માહિતી આપી હતી. શાળાના આસનાની સાહેબ દ્વારા શાળાની પ્રગતિ અંગે માહિતી આપી હતી. શાળાની વિદ્યાર્થીઓએ ઉપસ્થિત ગ્રાહક સુરક્ષા મંડળના સભ્યોનું પુષ્પગુચ્છ અર્પણ કરી હાર્દિક સ્વાગત કર્યું હતું. સમગ્ર સેમિનાર દરમિયાન શાળાના બાળકોએ ખૂબ જ ઉત્સાહજનક વાતાવરણમાં ધ્યાનપૂર્વક વકતાઓને સાંભળીને શાળાની સ્યંમ શિસ્તના દર્શન કરાવ્યા હતા. અંતમાં બાળકોએ ખરીદી સમયે ગ્રાહક સુરક્ષાની વિવિધ બાબતો ધ્યાનમાં લેવાનો નિર્ધાર કર્યો હતો. શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકોએ પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી


