Gujarat

સાવરકુંડલા શહેરમાં સૂર્યોદય પેટ્રોલ પંપના માલિક અને સનરાઈઝ વિદ્યા સંકુલના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઈ ખુમાણના નિવાસ સ્થાને કલાના ઉપાસક એવાં બીરજુ બારોટ અને જીતુદાદ ગઢવીએ રાજવી વારસાની સચવાયેલી એન્ટિક ચીજ વસ્તુઓના સંગ્રહનું નિરિક્ષણ કર્યું

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા કેળવણી ક્ષેત્રે અનોખી ભાત પાડનાર સનરાઈઝ સંકુલના મેનેજીંગ ટ્રસ્ટી અને સંત અને જતી બહારવટીયા જોગીદાસબાપુ ખુમાણનીપરંપરાનાં વારસ શ્રી પ્રતાપભાઈ ખુમાણના નિવાસ સ્થાને કલાના ઉપાસક એવાં ગરવા લોક ગાયક બીરજુ બારોટ અને સુવિખ્યાત કવિ શ્રી દાદ નાં સુપુત્ર શ્રી જીતુદાદ ગઢવીએ મુલાકાત લીધી આ પ્રસંગે પ્રતાપભાઈ ખુમાણ દ્વારા બંને સરસ્વતી દેવીના સાધકોનું સાફો બંધાવી કાઠી ક્ષત્રિય સમાજની પરંપરા મુજબ ઉમળકાભેર સન્માન કર્યું હતું અને રાજવી પરિવારની ચારસો વર્ષ પુરાણી જૂની એન્ટિક ચીજવસ્તુઓ આ બંને કલાસાધકોને બતાવી જોગીદાસબાપુનાં જતી સમાન ઋષિ જેવો ગૌરવવંતો ભવ્ય ઇતિહાસ વિશે ઓછી જાણીતી વાતો કરી હતી.અનેક એન્ટિક ચીજવસ્તુઓ જોઈને બંને કલાકારો પણ ખૂબ અભિભૂત થયાં હતાં. લગભગ ૧૫ જાતની સુડીઓકે જેમાં રામાયણ, મહાભારતનાં પાત્રો જીવંત દર્શાવ્યા છે.વિવિધ પ્રકારના હથિયારો જેવા કે તલવાર, કિરપાણ, ભાલા, બરછીનાં સેમ્પલ, પિત્તળનાં એ જમાનાના લેડીઝ પર્સ, દક્ષિણ નાં દેવી શાંભવીદેવીની પંચ ધાતુની અલભ્ય અદ્ભૂત દિવ્ય પ્રતિમા, કૃષ્ણ અર્જુન રથ તેમજ પૌરાણિક શિકાઓ (જેમાં પહેલાના જમાનામાં દૂધ, દહી, છાશ,માખણ ઊંચે ટિંગાડતા) અને વિવિધ પ્રકારના દીવડાવો જોઈને બંને કલાકારો ખૂબ ખુશ થયાં હતાં અને આવી અદ્ભૂત પળને મનભરીને માણવાનો અવસર મળવા બદલ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે પ્રતાપભાઈ ખુમાણ દ્વારા જોગીદાસબાપુના જીવનની કેટલીક બહાર ન આવેલી રસપ્રદ વાતો પણ આ બંને કલાકારોને ખૂબ જ રોચક ભાષામાં કરી હતી આ પ્રસંગે બીરજુ બારોટ અને જીતુદાદ ગઢવીએ ખુમાણ પરિવારનો આવી અદ્ભૂત એન્ટિક ચીજવસ્તુઓ નિહાળી અને ગોરવવંતો ઈતિહાસની કેટલીક વણકહી વાતો જાણી અભિભૂત થઈ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Screenshot_20230217-135141_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *