સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ સાવરકુંડલા શહેરમાં વહેલી સવારે જ જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક થવાના કારણે રદ થયેલી પરીક્ષા માટે અહીં આવેલ પરીક્ષાર્થીઓ પોતાના ઘરે શાંતિથી પરત ફરી શકે અને રઝળી ન પડે તે માટે સાવરકુંડલા એસ ટી. વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા ઘરે જવાની યોગ્ય વ્યવસ્થા કરવા માટે સાવરકુંડલા ડીવાયએસપી હરેશ વોરા અને ટાઉન પી.આઈ સોની સાહેબ સમેત પોલીસ વિભાગ દ્વારા તમામ પરીક્ષાથીંને સાંત્વના પણ આપી અને જીવન એક જંગ છે. બહાદુરીથી જીવન જીવવાની શીખ સાથે આવેલ પરિક્ષાર્થીઓને સાવરકુંડલા એસ ટી. ડેપો પર એકત્ર કરી અને જુનાગઢ, ઉના મહુવા તરફની બસોમાં બેસાડી સુખરૂપ અને શાંતિથી રવાના કર્યા
આ સંદર્ભે સાવરકુંડલા શહેરનાં પત્રકાર બિપીનભાઈ પાંધીએ સાવરકુંડલા ડીવાયએસપી શ્રી હરેશ વોરાની સાથે મુલાકાત કરી પરિસ્થિતિનો ક્યાસ કાઢી સાવરકુંડલા પોલીસ તંત્ર અને એસ ટી. વિભાગની કામગીરીની પ્રશંસા પણ કરી.. પેપર લીક થઈ ગયું. પરીક્ષા રદ થઈ ગઈ. એટલે વાસ્તવિકતાને લક્ષમાં લઈને આવેલ પરીક્ષાર્થીઓની હતાશા દૂર કરવાની પણ પડકારજનક કામગીરી બજાવવી એ ખરેખર પડકાર જ ગણાય. અને સાવરકુંડલા ડિવીઝન પોલીસ વિભાગ દ્વારા એ બખૂબી નિભાવી તંત્રની કૂનેહ અને યોગ્ય માર્ગદર્શનના દર્શન પણ થયાં.


