લીલીયામાં એક માસ સિંહણ દ્વારા માનવ હુમલાની બીજી ઘટના..
શેત્રુંજી ડિવિઝન નીચેના લીલીયા રેન્જ નીચે આવતા સનાળીયા ગામે જગદીશભાઈ રામભાઇ સાઠીયા (ઉ.વ.૨૦) નામના માલધારી રેવન્યુ વિસ્તાર માં ગાયો બકરા ચરાવતા હોય અને સિંહણે બકરીનું મારણ કર્યું હતું ત્યારે અચાનક જ એક સિંહણ આવી ચડી હતી અને બકરીનું મારણ કર્યા બાદ સિંહણ માલધારી યુવાન દોડતા સિંહણએ માલધારી પર હુમલો કરી દીધો હતો ત્યારે સિંહણએ માલધારી યુવકના કમરના ભાગે ગંભીર ઇજાઓ કરતા તેઓને સારવાર અર્થ લીલીયા બાદ વધુ સારવાર અમરેલી ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે લીલીયા આરએફઓ ગેલાની સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સિંહણે કયા કારણોસર હુમલો કર્યો તેમને લઈને તપાસ હાથ ધરી હતી
બોક્સ – અમરેલી જિલ્લામાં એક માસમાં સિંહ દીપડા દ્વારા માનવ પર હુમલાની નવમી ઘટના બની હતી
અમરેલી જિલ્લામાં સિંહ દીપડા સહિત વન્યપ્રાણી દ્વારા માનવ પર હુમલાના બનાવોમા ધરખમ વધારો થયો છે લીલીયાના ખારા ગામે સિંહણ દ્વારા પાંચ માસના બાળક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારેલ હતો, ત્યારબાદ તે જ દિવસે સાવરકુંડલાના કળજાળા ગામે વાડી વિસ્તારમાં ત્રણ વર્ષના બાળકને દીપડો ઉઠાવી જાય ફાડી ખાધો હતો ત્યારબાદ રાજુલાના કાતર ગામે રહેણાક ઘર માંથી બે વર્ષના બાળકને દીપડો ઉઠાવી જઇ મોતને ઘાટ ઉતાર્યો હતો બાદ પીપાવાવ પોર્ટની અંદર પરપ્રાંતિય મજુર પર સિંહણે હુમલો કર્યો હતો ત્યારબાદ ખાંભાના ભાણીયા ગામે 45 વર્ષીય ગામજન પર દીપડાએ હુમલો કર્યો હતો ત્યારબાદ સરસીયા રેન્જ નીચેના જુના ચરખા ગામે બકરા ચરાવતા માલધારી પર સિંહે હુમલો કર્યો હતો ત્યારે ખાંભાના ભાણીયા ગામે દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો હતો અને ખેડૂતને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થ હોસ્પિટલ ખસેડ્યો હતો તેમજ જાફરાબાદના સરોવડા ગામે ૬૭ વર્ષીય વૃદ્ધા પર દીપડાએ હુમલો કરતા વૃદ્ધાનું મોત નિપજ્યું હતું ત્યારે લીલીયા ના સનાળીયા ગામે માલધારી પર સિંહણએ હુમલો કરતા યુવાનને સારવાર અર્થ લીલીયા બાદ વધુ સારવાર અર્થે અમરેલી ખસેડાયો હતો
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા