મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ, વડોદરા, અમદાવાદ, આણંદ, હાલોલ તેમજ અન્ય જિલ્લાઓના ૬૦૦ થી વધારે સિનિયર સિટીઝનો દ્વારા વૃંદાવન ખાતે ત્રિ દિવસીય ગોપી ગીતનું આયોજન કરવામાં આવ્યું ગોપી ગીતના વક્તા પરમ પૂજ્ય 108 શ્રી વ્રજકુમાર દ્વારા આચાર્ય પીઠ પરથી સરળ મીઠી વાણીમાં ગોપીગીતની રચનાઓને ગ્રહણ કરી 600 જેટલા વૈષ્ણવ દ્વારા પૂજ્યપાદના ચરણસ્પર્શ કરી પૂજ્ય મામા નરેન્દ્ર ભાઈ તેમજ મામી રંજનબેન નો આ કાર્યક્રમમાં સુંદર રીતે આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેઓ દ્વારા સુચારુ ું રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આવી સુવિધા આજ દિન સુધી કોઈ ધાર્મિક કાર્યમાં જોવા મળી હતી આ ત્રણ દિવસ દરમિયાન કથા મંડપ ની અંદર રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી આ ઉપરાંત મહારાણી મા યમુનાના વિશ્રામઘાટ પરનો ચુંદડી મહોત્સવ ખરેખર દર્શનીય અને ભક્તિ ભાવ સભર હતો જતીપુરા ખાતે ગીરીરાજ બાવાના પવિત્ર સ્થાન પર લઘુ રુદ્ર તેમજ કુંજ વારાનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું આમ ત્રણ દિવસ દરમિયાન હૃદયથી ભગવાનની અર્ચના કર્યા બાદ સૌ ભારે હૃદય સાથે છૂટા પડવાનો વારો આવ્યો હતો આ પ્રસંગે આણંદના ઋતુ આઈસ્ક્રીમ ના માલિક અતુલભાઇ દવે તેમના ધર્મપત્ની જાનકીબેન સાથે ઉપસ્થિત રહ્યા હતા આમ ત્રિ દિવસીય ગોપી ગીત નો આ પ્રસંગ ધામ થી ઉજવવામાં આવ્યો હતો


