Gujarat

સીમલજ અને મંજીપુરા શાળામાં પોક્સો તથા પર્યાવરણના મુદ્દે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
વિદ્યાર્થીઓમાં પર્યાવરણ એવં પોક્સો કાયદા બાબતે સમજણ પ્રસરે ને તેઓનું જાતીય શોષણ સંદર્ભે સચેત થાય તે હેતુથી આશાદીપ  માનવવિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તારીખ 7મી ફેબ્રુઆરી ના રોજ ઠાસરા તાલુકાની સીમલજ અને મંજીપુરા પ્રાથમિક શાળા ખાતે પર્યાવરણ અને પોક્સો કાયદા બાબતે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં બંને શાળાના 197 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સંસ્થાના નિયામક જ્હોન કેનેડીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પોસ્કો કાયદાની વિસ્તૃત સમજ આશાદીપ ના સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી. જેમાં બાળ શોષણ કોને કહેવાય જાતીય શોષણ એટલે શું? ગુડ ટચ, બેડ ટચ, પોસ્કો કાયદામાં લાગુ પડતી કલમો, સજાની જોગવાઈ જેવા મહત્વના મુદ્દાને આવરી લેવામાં આવ્યા હતા. તદુપરાંત ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણ પર ઊભો થયેલો ખતરો, આ ખતરાને ઓછો કરવા માટેના ઉપાયો, વૃક્ષોનું મહત્વ જેવા વિષયો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. પ્રસ્તુત કાર્યક્રમમાં બંને શાળાના આચાર્ય સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

IMG-20230207-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *