Gujarat

સુરતનાં કતારગામેથી પોલીસે ૧૦ લાખનો બિનવારસી ગાંજાનો જથ્થો પકડી પાડ્યો

સુરત
સુરત જિલ્લામાંથી વધુ એકવાર ગાંજાનો જથ્થો પકડાયો છે, કતારગામ પોલીસે ૧૦ લાખ રૂપિયાનો બિનવારસી ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે, લગભગ ૫૦ જેટલા ગાંજાના પેકેટને મ્યૂનીસીપલ કૉર્પોરેશનના ભોયતળીયામાં એક ટાંકામાં બૉક્સ કરીને મુકવામાં આવેલો હતો. સુરતની કતારગામ પોલીસે ૧૦ લાખનો બિનવારસી ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે, કતારગામ જીઆઇડીસી રેલ્વે પટરી પાસે આવેલ ગુણાતીતનગરમાંથી આ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે, મ્યૂનીસિપલ કોર્પૉરેશનની બંધ મુતરડીમાં આવેલ ભોયતળીયાના ખાલી ટાંકામાથી આ ગાંજાે મળી આવ્યો છે. બંધ મુતરડીના ભોયતળીયે આવેલા ટાંકામાંથી ખાખી કલરના પ્લાસ્ટિકમાં સુવ્યવસ્થીત રીતે પેકીંગ કરેલી હાલતમાં કુલ ૫૦ પેકેટ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે બેગમાંથી ૧૦૦.૯૨ કિ.ગ્રા ગાંજાનો જથ્થો કબ્જે કરી ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *