સુરત શહેર ખાતે આજરોજ જિલ્લા કક્ષાનાં સાયકલોથનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારનાં હજારોની સંખ્યામાં ભાગ લીધો હતો.
૫ કીમી અને ૨૦ કીમીની આ દોડમાં ડો.ધર્મેશ પટેલનાં માર્ગદર્શન હેઠળ ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળાનાં ૧૧ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સદર સાયકલોથનમાં સી.આર.પાટીલ, સુરતનાં મેયર હેમાલીબેન ,રમતગમતમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
