Gujarat

સુરતમાં ઉછીના પૈસા પાછા ન આપવા પડે તે માટે યુવકે પોતાની પત્નીને લેણદારના હવાલે કરી દીધી

સુરત
સુરત શહેરમાં એક ચોકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં એક યુવકે પોતાના પરિચિત પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા અને તે રૂપિયા પરત ન આપવા પડે તે માટે યુવકે પોતાની પત્નીને લેણદારના હવાલે કરી દીધી હતી, જે બાદ લેણદારે મહિલાનું જાતીય શોષણ કર્યું હતું. આ ઘટનામાં મહિલાએ પતિથી છુટાછેડા લીધા બાદ પતિ અને લેણદાર સહીત ૩ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે લેણદારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેની ફરિયાદ મુજબ તેનો પતિએ પરિચિતો પાસેથી વર્ષ ૨૦૧૭ની સાલમાં ઉછીના ૪૦ હજાર રૂપિયા લીધા હતા અને તે રૂપિયા પરત ન આપવા પડે તે માટે મને (પરિણીતાને) લેણદારના હવાલે કરી દીધી હતી. જેમાં લેણદાર રમેશભાઈ શીગાળાએ ૨૦૧૭ થી ૨૦૨૦ સુધી મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું. એટલું જ નહી મહિલાનો પતિ પણ શારીરિક માનસિક ત્રાસ આપી લેણદાર રમેશભાઈના તાબે રહેવા માટે ધાક ધમકીઓ આપતો હતો. આખરે આ ત્રાસના કારણે કંટાળી પરિણીતાએ તેના પતિથી છુટા છેડા લઇ લીધા હતા. તેમ છતાં તેના પૂર્વ પતિ દ્વારા તેણીને બદનામ કરાતા આખરે પરિણીતાએ ત્રણ વર્ષ બાદ ગત ૨૯-૦૩-૨૦૨૨ ના રોજ કતારગામ પોલીસ મથકમાં પૂર્વ પતિ સહીત ત્રણ લોકો સામે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે લેણદાર રમેશ ભાઈ ઉર્ફે છગનભાઈ કરમશી ભાઈ શિંગાળાની ધરપકડ કરી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *