સુરત
સત્તાના નશામાં ચુર બનેલા સુરત ભાજપના કોર્પોરેટરની ઘરની છત પર મુકેલા સરકારી બાકડા ઉઠાવી લીધા છે. વીડિયો વાયરલ થયાં બાદ કોર્પોરેટરના કારસ્તાનનો ભાંડો ફૂટતા છત પર ગોઠવેલા ત્રણેય બાકડા ગાયબ હતા. પહેલા કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને સરકારી ગ્રાંટમાંથી મળેલા બાકડાનો પોતાના માટે અંગત ઉપયોગ કર્યો હતો. જાેકે પોતાની કરતૂતનો ભાંડો ફૂટી જતા કોર્પોરેટર એક્શનમાં આવ્યા છે. અને પોતાનું પાપ છૂપાવવાનો પ્રયાસ કર્યો છે.હાલ કોર્પોરેટરના ઘરના ધાબા પરથી ત્રણેય બાકડા ગાયબ છે. આ મામલે પૂછતા કોર્પોરેટરના પિતાએ ઘટનાથી અજાણ હોવાની વાત કરીને જવાબ આપવાનું ટાળ્યું હતું. જાેકે તેઓએ કબૂલાત કરી હતી કે થોડા દિવસ પહેલા બાકડા સોસાયટીમાં પડ્યા હતા.


