Gujarat

સુરતમાં દ્ગઇૈં વૃદ્ધ દંપત્તીને બંધક બનાવી ધોળા દિવસે ૭ લાખની લૂંટ ચલાવનારો મુખ્ય આરોપી પકડાયો

સુરત
સુરતના અડાજણના પ્રાઈમ આર્કેડ પાસે ભીડથી ભરચક વિસ્તારમાં મુખ્ય માર્ગ પર જ આવેલી રણછોડનગર સોસાયટીના ઘરમાંથી ગત ૨૧ ફેબ્રુઆરી અને મંગળવારના સવારે સાત વાગ્યે લૂંટની ઘટના બની હતી. ઘરમાં રહેતા વૃદ્ધ દંપતીને પાંચ લૂંટારોએ ચપ્પુની અણીએ બંધક બનાવી સાત લાખ રૂપિયા રોકડાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ત્યારે લૂંટની આ ચકચારી ઘટનામાં રાંદેર પોલીસે લૂંટના મુખ્ય આરોપી મોહમ્મદ ઉબેદ લાલ મોહનચંદ સિદ્દીકીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જ્યારે લૂંટના સંડોવાયેલ અન્ય ચારના નામ પણ ખુલવા પામ્યા છે. જેને લઇ પોલીસે તમામને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે. અને લૂંટના રૂપિયા રિકવર કરવા માટે પણ તપાસ શરૂ કરી છે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *