Gujarat

સુરતમાં પોતાના લગ્નની કંકોત્રી આપવા નીકળેલા યુવકને ટ્રકે કચડતાં મોત

સુરત
પોતાના લગ્નની કંકોત્રી વેચવા નીકળેલા યુવકનું રસ્તામાં અકસ્માત થતાં મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ત્રણ દિવસ પહેલા બાઈક ઉપર સુરતના પર્વત પાટિયા વિસ્તારમાંથી પોતાના લગ્નની કંકોત્રી આપવા એક યુવક નીકળ્યો હતો. દરમિયાન પર્વત પાટિયાથી સરદાર માર્કેટ જતા રસ્તા પર ટ્રક ચાલકે પાછળથી અડફેટે લઈ બંને પગ ઉપરથી ટ્રક ચાલી ગઈ હતી. જેને લઇ સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું બે દિવસ બાદ મોત નીપજ્યું છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. લગ્નના ઘરમાં જ વરરાજાનું અકસ્માતને લઈને મોતની પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મળતી વિગત મુજબ મૂળ રાજસ્થાનનો વતની ૨૬ વર્ષીય જીતેન્દ્રદાન દોલતદાન ચારણ પરિવાર સાથે ગોડાદરા સ્થિત લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતો હતો. તે પોતાના ભાઈ સાથે સુરતમાં કાપડનો વ્યવસાય કરતો હતો. જીતેન્દ્રના પરિવારમાં ખુશીનો માહોલ છવાયેલો હતો કારણ કે આવનાર ૨૨ ફેબ્રુઆરીએ જીતેન્દ્રના લગ્ન નક્કી થયા હતા. તે પોતાના લગ્નમાં આમંત્રણ માટે શહેરમાં તમામને કંકોત્રી આપવા જાતે જતો હતો. પરંતુ જીતેન્દ્રને ક્યાં ખબર હતી કે લગ્ન પહેલા જ તેનું અકાણે અકસ્માતે મોત નીપજશે. સુરત શહેરમાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ પુણા વિસ્તારમાં સામે આવ્યો છે. ગોડાદરા સ્થિત લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતો ૨૬ વર્ષીય જીતેન્દ્રદાન દોલતાદાન ચારણના આગામી ૨૨ ફ્રેબુઆરીના રોજ લગ્ન હતા અને તેના લગ્નની ખુશીમાં સામેલ થવા તે સુરતમાં રહેતા તેમના સ્વજનો અને પરિવારજનોને કંકોત્રી આપવા નીકળ્યો હતો. આ દરમિયાન પર્વત પાટિયા પાસે પહોંચતા તેની બાઈકને સિમેન્ટ ભરેલા ટ્રકે ટક્કર મારી હતી. અને ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હતો. દરમિયાન તે બાઈક પરથી નીચે પટકાયો હતો. જીતેન્દ્રને અકસ્માતમાં બંને પગ ઉપરથી ટ્રક પસાર થઈ ગઈ હતી. જેને લઇ તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. બીજી તરફ આ મામલે પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. લગ્નની કંકોત્રી આપવા નીકળેલા યુવક સાથે બનેલી અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીમાં કેદ થઈ જવા પામી હતી. ઘટનાના સીસીટીવી બે દિવસ બાદ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ રીતે જાેવા મળ્યું હતું કે યુવક બાઈક પર પસાર થઈ રહ્યો હતો દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રકે તેને ટક્કર મારી અડફેટે લીધો હતો અને ત્યારબાદ ઘટના અંગે ટ્રક ચાલકને કોઈ જાણ જ થઈ ન હોય તેમ તે ત્યાંથી પસાર થઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. અને યુવકને તાત્કાલિક સારવાર માટે મોકલી આપ્યો હતો.

Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *