Gujarat

સુરતમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો, એક યુવાન ઈજાગ્રસ્ત થયો, તાત્કાલિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તો નાસભાગ મચી

સુરત
વડોદરામાં રામનવમીના દિવસે થયેલા પથ્થરમારાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં સુરતમાં બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારાની ઘટના બની છે. રાજમાર્ગ વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બનતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટનાને પગલે પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. બીજી બાજુ આ ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના રાજમાર્ગ વિસ્તારમાં મોડી સાંજે બે જૂથ સામસામે આવી ગયા હતા અને જાેતજાેતામાં બન્ને જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી. જાણવા મળી રહ્યું છે કે પાથરણા મુકવા જેવી બાબતમાં બન્ને જૂથ વચ્ચે બબાલ થઈ હતી અને પછી આ ઘટના બની હતી. પથ્થરમારાની આ ઘટનામાં એક યુવાન ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. બીજી બાજુ પોલીસને ઘટનાની જાણકારી મળતા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. હાલ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *