Gujarat

સુરતમાં રસ્તા પર દોડતી મારૂતિ વાનમાં અચાનક આગ, સમયસૂચકતા દાખવી ડ્રાઈવર બહાર નીકળી જતાં બચાવ

સુરત
સુરતના ઉધના દરવાજા પાસે મારુતિવાનમાં અચાનક આગ લાગી હતી. વાનમાં આગ લાગતા ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બીજી તરફ વાનમાં સવાર બે લોકો સમયસુચકતા વાપરી વાનમાંથી બહાર નીકળી ગયા હતા બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવી લીધો હતો. ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના ઉધના દરવાજા સહારા કોમ્પેલેક્સ પાસેથી પસાર થતી મારુતિવાનમાં સ્પાર્ક થતા ધુમાડા નીકળ્યા હતા જેને લઈને વાન ચાલકે વાન ત્યાં રોડ પર જ ઉભી રાખી દીધી હતી. બીજી તરફ વાનમાં આગ ભભૂકી ઉઠી હતી જેને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. વધુમાં વાનમાં પ્રીતેશભાઈ તેજાણી અને ડ્રાઈવર રાજેશભાઈ પારેખ સવાર હતા અને સમય સુચકતા વાપરી બંને લોકો નીચે ઉતરી ગયા હતા બીજી તરફ વાનમાં આગનો બનાવ બનતા ત્યાં થોડા સમય માટે ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. આગમાં વાન બળીને ખાખ થઇ ગયી હતી. ફાયર ઓફિસર ક્રિષ્ના મોડે જણાવ્યું હતું કે ૨.૪૧ મીનીટે વાનમાં આગ લાગ્યાનો કોલ મળતા અમારી ટીમ ઘટના સ્થળે દોડી ગયી હતી. વાનમાં સ્પાર્ક થયા બાદ આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. ઘટના સ્થળે જઈને આગ પર વાનમાં લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

File-01-Page-33.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *