Gujarat

સુરતમાં સગીરાને પ્રેમ જાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ, આરોપીએ રોકડ સહીત સોનુ પણ પડાવ્યું

સુરત
સુરતઃ શહેરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી સરથાણાના કોલેજ સ્ટુડન્ટ દ્વારા દુષ્કર્મ આચરી ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી રોકડા રૂપિયા ૭ લાખ અને આઠ તોલા સોનાના ઘરેણાં પડાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિધાર્થિનીને પોતાના મિત્રને સોંપી દેતા મિત્રએ પણ માતા-પિતાને સમગ્ર હકીકત જણાવી દેવા અને ન્યૂડ ફોટા વાયરલ કરવાના નામે ધમકી આપી રોકડા રૂપિયા ૪૦ હજાર અને સોના-ચાંદીના ઘરેણાં પડાવી લેવામાં લેતા સમગ્ર મામલો સરથાણા પોલીસ મથકમાં પોહચ્યો હતો. જ્યાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં બંને કોલેજ સ્ટુડન્ટ દ્વારા હાલ જ બી-ટેકનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા હતા. સુરતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. મેડીકલનો અભ્યાસ કરતી યુવતીને પોતામાં પ્રેમજાળમાં ફસાવી કોલેજ સ્ટુડન્ટ દ્વારા બળજબજરીપૂર્વક દુષ્કર્મ ગુજારી વારંવાર બ્લેકમેલ કરી લાખોની રકમ અને આઠ તોલા જેટલું સોનુ પડાવી લેવામાં આવ્યું છે. જ્યારે દુષ્કર્મીના મિત્રએ પણ ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવતી પાસેથી રોકડા રૂપિયા સહિત સોના-ચાંદીના ઘરેણાં પડાવ્યા હોવાની હકીકત સામે આવી છે. સરથાણા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સુરતની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી યુવતી પાસોદરાના નવકાર એવેન્યુ રહેતા જિલ અનિલ કુમાર બવાસીયા અને યોગીચોકના બાપા સીતારામ સોસાયટીમાં રહેતા ફેનીલ ભરતભાઇ દેસાઈના સંપર્કમાં આવી હતી. બંને કોલેજ સ્ટુડન્ટ છે અને હાલ જ બંને બીટેકનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. વર્ષ ૨૦૨૧થી સંપર્કમાં આવેલી યુવતીને જિલ બવાસીયાએ પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ યુવતીને સરથાણામાં આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્ષની દુકાનમાં બોલાવી હતી અને ત્યાં દુકાનમાં યુવતીની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ અંગત પળોના ફોટો અને વીડિયો પણ ઉતારી લીધો હતો. આ ન્યૂડ ફોટા અને વિડીયોના આધારે જિલ બવાસીયાએ યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.જ્યાં ફરી એક વખત યુવતીને વેસુ ખાતેની એક હોટેલમાં લઈ ત્યાં પણ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ જિલ બવાસીયાએ યુવતી પાસે રૂપિયા ૭ લાખની માંગણી કરી હતી. જાે તે રૂપિયા નહીં આપે તો તેના ઘરે આવી માતા-પિતાને સમગ્ર બાબત જણાવી દેવાની પણ ધમકી આપી હતી.માતા-પિતાને જાણ થશે તો ઠપકો આપશે તેવા ભયથી તેણીએ ૭ લાખ રૂપિયા જિલ બવાસીયાને આપી દીધા હતા. ત્યારબાદ પણ આ હેવાનની માંગ પૂરી થઈ નહોતી. યુવતીનું શારીરિક શોષણ કર્યા બાદ પણ તેને બ્લેકમેલ કરવાનું ચાલું રાખ્યું હતું. ત્યારબાદ યુવતી પાસેથી જિલ બવાસીયાએ મજબૂરીનો લાભ ઉઠાવી આઠ તોલા સોનાના ઘરેણાં પડાવી લીધા હતા. ત્યારબાદ યુવતીને પોતાના મિત્ર ફેનીલ ભરતભાઇ દેસાઈને સોંપી દેવામાં આવી હતી. આ શખ્સે યુવતીને જણાવ્યુ હતુ કે, જિલ બવાસીયાને મેં રૂપિયા આપ્યા છે, જે રૂપિયા તારે આપવા પડશે. નહીંતર જિલ અને તેના ન્યૂડ ફોટા અને વીડિયો સોસીયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી ફેનીલ દ્વારા આપવામાં આવી હતી. ફેનીલ દેસાઈએ પણ યુવતીને બ્લેકમેલ કરી પહેલા તો રોકડા રૂપિયા ૪૦ હજાર પડાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ માંગણી ચાલુ રહેતા લાચાર અને મજબૂરવશ યુવતીએ માસીના ઘરેથી સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી ફેનીલને આપ્યા હતા. આમ યુવતીના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી બંને શખ્સો દ્વારા સતત બ્લેકમેલ કરાતા યુવતીએ અંતે સમગ્ર હકીકત પરિવારજનોને કરી હતી. ત્યારબાદ યુવતીની ફરિયાદના આધારે સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ તપાસના અંતે આજ રોજ સરથાણા પોલીસે બંને કોલેજ સ્ટુડન્ટની ધરપકડ કરવામાં આવી છે.

Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *