Gujarat

સુરતમાં સતત ત્રીજા દિવસે આ ઉદ્યોગપતિના સ્થળો પર સુરત આવકવેરા વિભાગના દરોડા

સુરત
સુરત આવકવેરા વિભાગે ફરી એકવાર ઉદ્યોગપતિઓ પર તવાઇ બોલાવી છે. સુરત શહેરના અડાજણ વિસ્તારના ઉદ્યોગપતિ ઉમર જનરલના ૧૫ સ્થળો પર સતત ત્રીજા દિવસે આવકવેરા વિભાગની ટીમો દ્વારા ત્રાટકી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવકવેરા વિભાગની ટીમોએ કેટલાંક મહત્વના દસ્તાવેજાે જપ્ત કર્યા છે. જેમાં કાપડ મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટ, કન્સ્ટ્રક્શનના હિસાબ ચકાસાયા હોવાની માહિતી મળી રહી છે. ૩૦૦ કરોડનું ટર્ન ઓવર ધરાવતા ઉદ્યોગપતિના નિવાસસ્થાને પણ આવકવેરા વિભાગની ટીમ સર્ચમાં જાેતરાઇ છે. માર્ચ એન્ડિંગ નજીક આવતા ફરી આવકવેરા વિભાગની ટીમો સક્રિય થઇ છે. જેને લઇને ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે. સુરતના ઉદ્યોગપતિ ઉમર જનરલના ઘરે આઈટી વિભાગે સપાટો બોલાવ્યો છે. ઉદ્યોપતિના ઠેકાણાઓ પર આજે ત્રીજા દિવસે પણ દરોડા યથાવત્‌ છે. તપાસમાં અત્યાર સુધી કરોડોના દસ્તાવેજાે જપ્ત કરાયા છે. ઉપરાંત રોકડમાં થયેલા વ્યવહારો પણ અધિકારીઓએ શોધી રહ્યા છે. હવાલા એન્ગલની પણ તપાસ અધિકારીઓ કરી રહ્યા છે. ઉદ્યોગપતિ બંગલો એટલો મોટો છે કે તપાસ ટીમને ૨૨થી વધુ રૂમ ચેક કરવામાં જ દોઢ દિવસ લાગ્યા હતા. તપાસ સાથે સંકળાયેલાં અધિકારીઓએ કહ્યું કે- ગ્રૂપના રૂપિયા ૩૦૦ કરોડના ટર્નઓવરમાં મોટાભાગે ટેક્સટાઇલના વ્યવહારો છે. જેમાં નિકાસ મુખ્ય છે તથા સ્થાનિક માર્કેટમાં પણ માલ સપ્યાલ કરવામાં આવે છે. કેટલીક બ્રાન્ડના કપડાનું પણ ઉત્પાદન થાય છે. અધિકારીઓએ ઓફિસ અને બેન્કના લૉકર ચેક કર્યા હતા. પરંતુ તેમાંથી કંઈ ખાસ નહોતું મળી આવ્યું. બીજીતરફ મેમણ ઉદ્યોગપતિ ઉમર જનરલનો ૧૨ લકઝુરિયસ કારનો કાફલો જાેઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. અધિકારીઓ ૧૨ ગાડીઓની ખરીદીની વિગતો પણ ચકાસી રહ્યા છે.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *