Gujarat

સુરતમાં ૨૭૦૦ કરોડ આપવાની વાતો કરાય છે, પણ પાલિકાને પાછલાં ૧૭૦૦ કરોડ મળ્યાં નથી

સુરત
મહાનગરપાલિકા ને ગત વર્ષો ની જુદી જુદી ગ્રાન્ટો હજી સુધી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવી નથી. કુલ રૂપિયા ૧૭૦૨ કરોડ ની વિવિધ પ્રોજેક્ટો ની ગ્રાન્ટ નહીં મળતાં વિકાસ કામગીરી પર અસર વર્તાઇ રહી છે. રાજ્ય સરકારના વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં સુરત માટે ૨૭૦૦ કરોડની જાેગવાઈ કરાઇ છે. મોટા પ્રોજેક્ટો માટે પ્રથમ રૂપિયા ૧૫૯૧ કરોડની જાેગવાઈ કરાઇ છે. જાેકે આ ગ્રાન્ટ તો મળતાં મળશે પરંતુ ગત વર્ષોની કેન્દ્ર સરકારની ૮૬૯ કરોડ અને રાજ્ય સરકાર ની ગ્રાન્ટ ૮૩૨ કરોડ મળી કુલ ૧૭૦૨ કરોડની ગ્રાન્ટ હજી સુધી સુરત પાલિકને મળી શકી નથી. એટલું જ નહીં પાલિકાની જાહોજલાલી જેને આભારી હતી તે જકાત ગયા બાદ અવેજરૂપે મળતી ગ્રાન્ટમાં પણ પાલિકા ને અન્યાય જ થઈ રહ્યો છે. જકાત અવેજરૂપે નક્કી કરાયેલી ગ્રાન્ટ ગ્રોથ રેટ ગણતરીએ મળવી જાેઈએ તે હજી મળતી નથી. વર્ષ ૨૦૨૨-૨૩ માં ૮૯૨ કરોડ લેખે ગ્રાન્ટ દર મહિને ૭૪ કરોડ જેટલી મળી રહી છે. હવે ૨૦૨૩-૨૪માં દર મહિને ૭૭ કરોડનો અંદાજ પાલિકાએ માંડ્યો છે પરંતુ વાસ્તવમાં સુરતને જે વર્ષે ૨૨૦૦ કરોડ મળવાપાત્ર છે. પરંતુ જકાત અવેજરૂપે સુરતને ગ્રાન્ટ માં હજી અન્યાય જારી જ છે. અગાઉ ાપાલિકાના વિવિધ પ્રોજેક્ટોના ઉદ્ધઘાટનપ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરત આવ્યા ત્યારે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે જકાતના અગાઉના ગ્રોથ રેટ પ્રમાણે બાકી ગ્રાંટ વિશે ધ્યાન દોર્યું હતું.

Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *